પાટા વચ્ચે મિત્ર સાથે ફોટો પડાવતો હતો અને કાનમાં ઈયરફોન હોવાને લીધે ટ્રેન અડફેટે આવતા થયું નિધન, એક મિત્ર બચી ગયો.

આપણે સમાચારોના માધ્યમથી જાણતા જ હોઈએ છીએ કે, અવારનવાર અકસ્તમાતના બનાવ બનતા હોય છે. હાલમાં જ મહેસાણામાં એક આવો જ બનાવ બન્યો છે , જેના પગલે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું. તમને જ્યારે જાણવા મળશે કે આ બનાવ કંઈ રીતે બન્યો તો તમે પણ આશ્ચર્ય પામી જશો. કારણ કે એક તરફ જીવનની મોજ માણી રહ્યો હતો ભાઈબંધ સાથે અને એ જ ઘડી તેના જીવનની અંતિમ ઘડી બની.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહેસાણા-પાટણ રેલવે ટ્રેક ઉપર રામોસણાનો યુવક તેના મિત્ર સાથે કાનમાં ઈયર ફોન ભરાવી ફોટો લેતો હતો આ જ દરમીયાનતે સમયે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. કહેવાય છે ને કે વિધાતા ન લેખ ને કોઈ નથી સમજી શકતું. એક યુવાન નો
આબાદ રીતે બચાવ થયો જ્યારે બીજા મિત્રનું નિધન થયું.

રામોસણાના રેલવેનગરમાં રહેતો અને મૂળ ચાણસ્માના ખોખલાનો જીજ્ઞેશજી અગરાજી ઠાકોર અને બહુચરાજીના અંબાલાનો કીર્તિ ઉર્ફે રણવીરજી જયંતિજી ઠાકોર શુક્રવારે સાંજે 5-30 કલાકે પાંચોટ બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે પાટણ રેલવે લાઈનના ટ્રેક ઉપર મિત્રો સાથે કાનમાં ઈયર ફોન ભરાવી મોબાઈલમાં ફોટા પાડતો હતો.

ત્યારે પાટણથી મહેસાણા તરફ ટ્રેન આવતી જોઇ બાજુના ખેતરમાં ઘાસચારો લેતી મહિલાએ બૂમો પાડતાં ટ્રેકની બાજુમાં રહેલા 4 જેટલા યુવકોએ બંને યુવકોને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો.કહેવાય છે ને કે, કાળને કોણ રોકી શકે છે? આ યુવાનને ટ્રેન હડફેટે લેતા જ મુત્યુ થયું હતું અને બીજા યુવાનનો બચાવ થઈ ગયો હતો

.આ ઘટનાનીજાણ કરતાં પોલીસે પીએમ કરાવી વાલીવારસોને સોંપી હતી. જ્યારે મોબાઈલ કબજે લઈ, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, ખરેખર આ ઘટના આપણને સૌને ઘણું બધું શીખવી જાય છે.સાવચેતી અને સમજદારીમાં જ આપણી સલામતી છે.ઈશ્વરે યુવાનની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *