Gujarat

બૉલીવુડના સિંગર બી પ્રાકે પોતાની કારકિર્દીનું પહેલું ગુજરાતી ગીત ગાયું! સાંભળીને તમે પણ ફેન થઇ જશો…જુઓ વીડીયો

પંજાબી અને બૉલીવુડ સિંગર બી પ્રાકે ગુજરાતી ગીત ગાઈને સૌ કોઈ ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. હાલમાં જ ગુજરાતી સિનેમાની ” સમંદર ” ફિલ્મમાં બી પ્રાકે પોતાની કારકિર્દીનું પહેલું ગુજરાતી ગીત ગાયું છે. આ ગીત હાલમાં ગુજરાતમાં ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીત હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે, આ ગીત છે ” તું મારો દરિયો ” ખરેખર આ ગીત સાંભળીને તમને વિશ્વાસ નહિ આવે કે આ ગીત બી પ્રાકે ગાયું છે. ખરેખર બી પ્રાકે ગુજરાતી ગીત ગાઈને ગુજરાતીઓનું દિલ તો જીતી લીધું પણ એક ખાસ જગ્યા બનાવી છે.

બી પ્રાક વિશે અમે આપને જણાવીએ તો બી પ્રાકનું સાચું નામ પ્રતિક બચ્ચન છે પરંતુ લોકો તેમને બી પ્રાકથી વધુ જાણીતા છે , તે પંજાબી અને હિન્દી સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારતીય ગાયક અને સંગીતકાર છે. તેણે સંગીત નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી, અને બાદમાં મન ભર્યા ગીતથી ગાયક તરીકે ડેબ્યૂ કર્યું.તે ગીતકાર જાનીના અવારનવાર સહયોગી છે , અને ત્યારથી તેણે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ કેસરી અને ગુડ ન્યૂઝમાં ગાયક તરીકે અને બાલામાં મહેમાન સંગીતકાર તરીકે 2019 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.

બી પ્રાકનો જન્મ ચંદીગઢમાં પ્રતીક બચ્ચન તરીકે થયો હતો. તેમના પિતા વરિન્દર બચ્ચન પ્રખ્યાત પંજાબી સંગીત નિર્માતા અને સંગીતકાર છે. તેઓ ગીતકાર જાની સાથે વારંવાર સહયોગ કરવા માટે જાણીતા છે. તેમણે તેમની કારકિર્દીમાં જે ગીતો માટે સંગીત આપ્યું તે લગભગ તમામ ગીતો જાની દ્વારા લખવામાં આવ્યા છે. તેણે “પ્રક્કી બી” નામથી સંગીત નિર્દેશક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અને હવે ગુજરાતી સિનેમામાં પણ ગીત ગાઈને ગુજરાતીઃ સિનેમામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

સમંદર ફિલ્મની કહાની બે ગેંગસ્ટર મિત્રો છે, જે દરિયા સાથેની ભાઈબંધીની અને અંડરવર્લ્ડની કહાની છે, આ વિષય પર પહેલીવાર ગુજરાતીમાં ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં બી પ્રાકે ગીત ગાઈને આ ફિલ્મને વધુ યાદગાર બનાવી દીધી છે. ખરેખર આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ખુબ જ પસંદ આવશે. આ ફિલ્મમાં મયુર ચૌહાણ અને જગજીતસિંહ મુખ્ય નાયક તરીકે અભિનય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!