નામચીન બિલ્ડરે બિલ્ડીંગ 23 મા માળે થી કુદી આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે ” મારા મોત..
હાલના સમય મા આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે હજી ચાર દીવસ પહેલા જ એક ખ્યાતનામ ટીવી એક્ટ્રેસ વૈલાશી ઠક્કરે આપઘાત કરી જીવન ટુકાવી લીધુ હતુ જયારે ફરી એક આપઘાત નો બનાવ બન્યો જે જેમા એક નામચીન બિલ્ડરે બિલ્ડીંગ ના 23 મા માળે થી કુદી ને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો પોરવાલ ગ્રૂપ તરીકે પ્રખ્યાત મુંબઈના બાંધકામ ઉદ્યોગ ની મોટી હસ્તી પારસ પોરવાલે આપઘાત કરી લીધો હતો. પારસ પોરવાલે નુ ઘર મુંબઈના ભાયખલામાં આવેલુ છે જ્યા આજે વહેલી સવારે બિલ્ડીંગ ના 23 મા માળે થી કુદી ને આપઘાત કરી લીધી હતો જ્યારે આ ઘટના અંગે પોલીસ ને એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી.
આપને જણાવી દઇએ કે પારસ પોરવાલે મુંબઈ મા મોટુ નામ છે અને પોરવાલ બિલ્ડર એન્ડ ડેવલપર્સ ગ્રૂપ તરીકે ઓળખાતી કંપનીના ડિરેક્ટર પણ છે. પારસ પોરવાલ એ દક્ષિણ ભારત મા અનેક બિલ્ડીંગ બનાવી છે અચાનક જ મોટા બિલ્ડરે આપઘાત કરી લેતા બિલ્ડર્સ અને ડેવલપર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે જ્યારે પારસ પોરવાલે આપઘાત શા કારણે કરી લીધો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના અંગે પોલીસ અધિકારીનાં જણાવ્યા મુજબ, બિલ્ડરના જીમમાંથી ‘સ્યુસાઇડ નોટ’ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી અને કોઈની પણ પૂછપરછ થવી જોઈએ નહીં, એમ તેમણે જણાવ્યું હતું જ્યારે હાલ પારસ પોરવાલ નો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા મા આવ્યો છે અને પોલીસ સંગા સંબંધીઓ પાસે થી આપઘાત કરવાનું કારણ જાણવા માટે પ્રયાસો કરી રહી છે.