Gujarat

અમદાવાદમાં વાલીઓ સાવધાન ! શાળા ની વાન ચલાવનાર વ્યક્તિ એ ત્રણ વર્ષ ની બાળકી સાથે જે કર્યુ જાણી ને…

હાલના સમય મા અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમા કોઈ ના કોઈ વ્યક્તિ માનસિક વિકૃતી ખરાબ કરી નાની બાળકી કે યુવતી ને અડપલા કે છેડતી કરતા હોય છે ખાસ કરી ને આ પ્રકાર ની ઘટના અમદાવાદ, સુરત જેવા શહેરો મા વધારે બનતી જાય છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદ શહેર મા સામે આવી છે જેમા એક સ્કૂલ વાન ના ડ્રાઈવરે માનસિક વિકૃતી ની હદ વટાવી હતી.

જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ન્યુઝ 18 ચેનલ ના એક અહેવાલ મુજબ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળા મા વર્ધિ નુ કામ કરતો અને છેલ્લા 8 વર્ષ થી શાળાની વાન ચલાવવાનુ કામ કરતો વિપુલ ઠાકોર પર આરોપ લાગ્યો છે કે તેણે નાની બાળકી સાથે અડપલાં કર્યા છે. આરોપી વિપુલે છેલ્લા ઘણા સમય થી ત્રણેક વર્ષ ની બાળકી સાથે આ પ્રકાર નુ કૃત્ય કર્યા હોવાનો આરોપ લાગતા વાલીઓ મા ભારે રોષ જોવા મળ્યો હતો.

આરોપી વિપુલ પરણીત છે જ્યારે બાળકી સાથે આ પ્રકાર ની હરકત થતા બાળકી પુરેપુરી ભયભીત થઇ ગઈ છે. જ્યારે છેલ્લા થોડા સમય થી બાળકી ભયભીત થઇ ને રહેતી હોવાથી જ્યારે આ બાબતે બાળકી ને માતા એ પૂછ્યુ ત્યારે આ સમગ્ર બાબત નો ભાંડો ફૂટયો હતો જેમા બાળકી એ કહ્યું કે, વાનવાળા અંકલ ગમે ત્યાં ટચ કરતા હતા. ગુપ્ત ભાગો પર ટચ કરીને આરોપી કોઈને ન કહેવા બાળકીને ધમકાવતો હતો. નાની બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે, તે તેની માતાને પણ એક વારમાં આ વાત કહી શકી નહોતી. તેની માતાએ અવાર નવાર આ બાબતે પૂછ્યું પણ બાળકીને તેની મમ્મી મારશે એવી બીક લાગતી હતી. પણ બાળકીની માતાને આ વાતની ગંધ આવી જતા તે પણ બાળરીતમાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!