ગુજરાતના કેપ્ટ્ન શુભમન ગીલે ભોયાણી જૈન મંદિરમાં કરી ભગવાનની પૂજા!! જુઓ તેમની આ ખાસ તસવીરો…
યુવાનોના સૌથી લોકપ્રિય ક્રિકેટર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભનમ ગીલ ગુજરાતના ભોયણી જૈન તીર્થના દર્શનાર્થે પધારેલ. હાલમાં આ ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર શુભનમ ગિલનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ છે. આ ખાસ તસવીરોમાં જોઈ શકશો કે શુભનમ ગિલ એ ધોતી ચાદર પહેર્યા છે, જે જૈન ધર્મમાં પૂજન અર્ચન કરતી વખતે પહેરવામાં આવે છે. શુભનમે પણ આ પહેરવેશ પહેરીને એ સાબિત કર્યું છે કે, તે પોતાના ભગવાન પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે.
ચાલો અમે આપને જણાવીએ કે, શુભનમ ગિલ જે જૈન તીર્થ ની મુલાકાત લીધી તે ક્યાં આવેલું છે અને તેનું મહત્વ શું છે? ભોયણી જૈન તીર્થના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં કડી નજીક આવેલ એક જૈન તીર્થ છે, જે દેત્રોજ તાલુકાના ભોયણી ગામ ખાતે આવેલ છે.
આ જૈન તીર્થ પૂર્વે “પદ્માવતી નગર” તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી ખંડીત પ્રતિમાઓ પરથી જાણી શકાય છે. વિક્રમ સંવત ૧૯૩૦ના સમયમાં અહીં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ૪.૫ ફુટ જેટલું ખોદકામ કરતાંં તેમાંથી ૧૦૪ સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની મૂર્તિ મળી આવી હતી.
અહીં એક જિનાલયનું નિર્માણ કરી વિક્રમ સંવંત ૧૯૪૩માં મહા સુદ દસમને દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશાળ છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર કોતરણી જોવા મળે છે. આ દિવ્ય સ્થાનની મુલાકાત લઈને શુભનમ ગિલે પોતાની ટીમ માટે પૂજા અર્ચના કરેલી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.