Gujarat

સુરત મા વરરાજાની કાર અચાનક સળગી ઉઠી ! વરરાજા નો આવી રીતે થયો ચમત્કારિક બચાવ

ગુજરાતીમાં કહેવત છે કે, રામ રાખે એને કોણ ચાખે! હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, આ ઘટના અંગે જાણીને તમારું હૈયું કંપી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ,સુરતમાં વરરાજાની કાર અચાનક સળગી ઉઠી હતી અને આ ઘટનામાં વરરાજનો આબાદ રિતે બચાવ થયો છે. આ સમગ્ર ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતનાઅડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાંઆગ લાગી ગઈ હતી. વાત જાણે એમ છે કે, અડધી રાત્રે લગ્નમાંથી પરત ફર્યા બાદ વરરાજાની ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. આ ઘટના રાત્રે 1:15 વાગ્યાની આસપાસ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક અડાજણ પોલીસ સ્ટેશનની પાછળ રામેશ્વરમ રોહાઉસના નીચે પાર્ક કરેલી Gj 05 rn 6705 ટાટા હેરિયર સાથે ઘટી.

પરિવાર મલ્હાર કુમાર મોણપરાના લગ્ન પતાવી રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યો હતો. કાર વરરાજા મલ્હારના મામાનો છોકરો કૃણાલ બોઘરાની હતી. પરિવાર લગ્ન માટે કતારગામ ગયા હતા. પરિવારને લગ્નમાંથી પરત ફરતા રાત્રે 1 વાગી ગયો હતો. કારમાં 4 લોકો સવાર હતા. વરરાજા મલ્હાર મોણપરા, તેમની પત્ની ઉર્મિલા મોણપરા, મલ્હારના મામાનો છોકરો ચિરાગ બોઘરા અને તેની પત્ની હિરલ બોઘરા હતા. વરરાજાની ગાડી ચિરાગ ભાઈ ચલાવી રહ્યા હતા. અન્ય બે ગાડીમાં પરિવારના અન્ય સભ્યો હતા.

લગ્ન પતાવી રાત્રે મોડું થઈ જતાં ચિરાગ ભાઈએ ગાડી રોડ પર સાઈડમાં પાર્ક કરી હતી. અને પરિવાર અન્ય વિધિ માટે ઘરે ગયા હતા. પરિવાર પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ટાટા હેરિયર કૃણાણ બોઘરાની હોવાનું સામે આવ્યું છે. કૃણાલભાઈના જણાવ્યા અનુસાર કાર તેમણે ગત વર્ષે જુલાઈ 2021માં જ લીધી હતી.

ફાયર વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રે 1:30 વાગ્યે કારમાં આગ લાગ્યો હોવાનો કોલ મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવી માત્ર 5થી 10 મિનિટની અંદર ફાયર વિભાગે આગ પર કાબૂ મેળી લીધો હતો. હાલ કારમાં ક્યા કારણોસર આગ લાગી હશે તેનું સાચું કારણ સામે આવ્યું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!