Gujarat

25 લાખનું પેકજે ઠુકરાવીને યુવાને ચા ની શોપ ખોલીને અઢળક સફળતા….આવી રીતે આવ્યો વિચાર.

દરેક યુવાનનું કંઈક સ્વપ્ન હોય છે કે તેને જીવનમાં શું કરવું છે અને પોતાની કારકિર્દી શેમ બનાવી છે. આજે આપણે એમ એવા યુવાનની સફળતાની વાત કરીશું જેને 25 લાખનું કેમ્પર્સ પેકેન્જ ઠુકરાવીને ચાયપાર્ટનરની શરૂઆત કરી અને ખરેખર વિચારવા જેવું છે કે આખરે આ યુવાને 25 લાખના પેકેજ પાસે ને બદલે પોતાનો ધંધો કરવાનું વિચાર્યું ત્યારે ચાલો જાણીએ આ યુવાનના સફળતા વિશે.

ગુજરાતી એટલે ગમે તેવો ધંધો કરીને પણ લોકપ્રિયતા જરૂર મેળવી લે, ત્યારે ખરેખર આ એક અલગ જ વાત છે. આ યુવાન ગ્રેજ્યુએશન પછી MBA ના અભ્યાસ દરમિયાન IDFC first bank ની સ્કોલરશીપ પણ પ્રાપ્ત કરી પરંતુ આ યુવાનનું મન ધંધામાં જ હતુ એકવાત બન્યું એવું કે તેનો મિત્ર સુરતની સફર કરાવી અને તે પાર્ટી આટલી મોટી હસ્તી કોફી જ પીવે ને એવું મે અનુમાન કરી ને કોફી પિવરાવા માટે મેરાકી માં લઇ ને ગયો પણ તેને તો ચા જ ગમતી હતી એટલે મેં વિચાર્યું આટલા મોટા મેહમાન ને રોડ પર ૫ કે ૧૦ રૂપિયા વાળી ચાય પિવરાવું અને એને ના પણ ગમે ગમે?

એટલે ત્યાંથી એક વિચાર આવ્યો કે સાલું ભારત ખેતીપ્રધાન દેશ ની સાથે સાથે ચાયપ્રધાન દેશ પણ છે તો પછી કોફી ને જો પ્રીમિયમ જગ્યા આપી ને માણી શકાતી હોય તો આપણી ચાય ને કેમ નહી?? ફરીથી હું મારી કોલેજ માં ગયો. પણ આ સવાલ એ મને પુરે રીતે બદલી નાખ્યો હતો એટલે સતત આના માટે સમય પસાર કરતો હતો કે શું કરી શકાય.

આખરે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ની સાંજે હું હોસ્ટેલ માં સુતા સુતા વિચાર તો હતો કે મને શું ખાતરી કે લોકો ને મારો ચાય નો ટેસ્ટ પસંદ આવશે જ?? તો બીજી જ સેકન્ડ પર લાઈટ થઈ કે આ કિચન ની સુવિધા છે તો એને આપણા સર્વે માટે વાપરીએ તો?? એટલે તરત જ નજીક ના ડી- માર્ટ માંથી ચા ના વાસણ અને સામાન લઈ ને ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ એ જ પ્રથમ ચા બનાવી કે જે ચાયપાર્ટનર માટે બની હોય. આનું માત્ર એટલું જ કારણ હતું કે અગર હું ચાયપાર્ટનર શરૂ પણ કરુ તો મારે કોઈ ટાર્ગેટ લઈ ને કરવું હતું કે ફરીથી આ તારીખ આવે તો ચાયપાર્ટનર માટે કંઇક તો હોવું જ જોઈએ.

જો હું કદાચ જોબ ની ઑફર મુજબ કોલેજ પછી જોડાઇ પણ જાવ તો મને કામ કરવા માટે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી નો સમય મળી શકતો હતો. એટલે લગભગ કોલેજ પછી (જૂન ૨૦૨૧ ) મને ૩ વર્ષ નો સમય મળી શકતો હતો.
પહેલા દિવસે માત્ર ૫ કપ થી શરૂઆત થઈ હતી જે ૧૦ માર્ચ ૨૦૨૦ સુધી માં ૮૦ કપ સુધી પહોંચી હતી અને પેહલા જ દિવસ ની ચાય સાથે વિચાર આવ્યો કે ભલે ગમે ત્યારે શરૂ કરીએ પરંતુ સોશિયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ કરવો

જે લોકો ચાય પિતા એ લોકો ફોટો પાડી ને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા ત્યાંથી ધીરે ધીરે સોશિયલ મીડિયા પર ચાયપાર્ટનર ની શરૂઆત થઈ અને ત્યારબાદ કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ માટે તેને પોતાની ચાની અવિરતપણે સેવાઓ આપી આ રીતે ચા સાથે અતૂટ સંબંધ બંધાય કાર્ય મારા માટે એક અલગ જ મોટીવેશન હતું કે MBA માં મળેલી જોબ ના બદલે ચાયપાર્ટનર પર જ કામ કરું.આ યુવાને પોતાની આવડત અને કોઠાસૂઝ થી ચાયપાર્ટનર માટે ચા ના પ્રોપર જ્ઞાન માટે ચા વિશે નો અભ્યાસ પણ કર્યો અને સુરત માં સર્વે પણ કરાવ્યો. સર્વે માં એક બીજો પ્રોબ્લેમ પણ દેખાયો કે શા માટે છોકરી કે સ્ત્રી ટપરી પર ચા પીતા ખચકાટ અનુભવશે જ્યારે એ જ સ્ત્રી કે છોકરી CCD કે STARBUCK માં કોફી ની મોજ માણશે.. એટલે મેં મારી અદભૂત ચાયપાર્ટનર બનાવાનું નક્કી કર્યું અને પૂરતું ધ્યાન આમ જ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!