Gujarat

ચોટીલા માતાજી ના દર્શને જતા ભક્તો આ સમાચાર ખાસ વાંચે….

આખા વિશ્વ મા કોરોના એ હાહાકાર મચાવ્યો હતો અને બીજી લહેર મા અનેક લોકો ના જીવ ગયા હતા અને હવે ત્રીજી લહેર આવે એ પહેલા જ સરકાર દ્વારા અગાવ નિર્ણયો લેવામા આવેલા જેમા અનેક લોકો ને વેકસકનેશન કરવામા આવ્યુ અને ત્રીજી લહેર ના ખતરા ને પહોચી વળવા માટે આ બાબત ખુબ જરુરી હતી.

ગઈ કાલે પ્રધાન મંત્રી મોદી ના જન્મ દિવસ ના દિવસે દેશમાં રસીકરણના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. શુક્રવારે એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોને રસી અપાઈ હતી. જ્યારે હવે અનેક જગ્યા ઓ પર વેકસકનેશન નુ પ્રમાણ પત્ર ફરજીયાત બન્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્ણયમાં કોરોના વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે.

વેક્સિનેશનનું પ્રમાણપત્ર હાથમાં હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોટીલા માતાજી ના દર્શને ગુજરાત સહીત ના દેશ ના અન્ય રાજ્યો ના લોકો પણ આસ્થા ધરાવે છે અને માતાજી ના દર્શને આવતા હોઈ છે ત્યારે વેકસકનેશન કરેલું હશે તો લોકો સંક્રમણ નો ભોગ ઓછા બનશે.

ચોટીલા ના મંદિરના મહંત અમૃતગીરીબાપુ દ્વારા દર્શનાર્થે આવતા તમામ ભાવિકોને વેક્સિન લેવા અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સોસિયલ ગુજરાત રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે એવી સૂચનાઓ પણ દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને ચોટીલા ચામુંડા મંદિરના સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી રહી છે.

ગુજરાત મા વેકસકનેશન ની કામગીરી જોશ મા ચાલી રહી છે. ત્યારે આપણી પણ ફરજ બને છે કે વેકસીન લઈએ ને કોરોના ની ત્રીજી લહેર આવે એ પહેલા આપણે સુરક્ષીત બનીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!