Gujarat

20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે અભિનેતા સોનુ સૂદઃ આવકવેરા વિભાગ

સોનુ સુદ ની મુશ્કેલીઓ વધી રહી છે. આજે એક મોટા સમાચાર આવ્યા હતા જેમા સામે આવ્યુ હતુ કે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. તેવુ આવક વેરા વિભાગ દ્વારા જણાવવા મા આવ્યુ હતુ. આવકવેરા ના નીવેદન મુજબ સોનુ સુદ ના ઘરે મુંબઈ સતત ત્રણ દિવસ ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમા અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સોનુ સૂદે વિદેશી દાનદાતાઓ પાસેથી વિદેશી યોગદાન (વિનિયમન) કાયદાના ઉલ્લંઘન દ્વારા એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 2.1 કરોડ રૂપિયા પણ ભેગા કર્યા છે જે આ પ્રકારની લેવડ-દેવડને નિયંત્રિત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનુ સુદ તાજેતર મા જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમા દિલ્લી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ હતા અને તેમાં એક અભિયાન નો હિસ્સો સોનુ સુદ બન્યો હતો અને બ્રાંડ એમ્બેસેડર પણ બન્યો હતો જ્યારે અરવિંદ કેજરીવાલે પણ સોનુસુદ ના ભરપુર વખાણ કર્યા હતા.

અભિનેતાના બિનનફાકારી સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશને ગત વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે 18 કરોડ કરતા વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તેમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના 17 કરોડ બિનનફાકારીના બેંક ખાતામાં વપરાયા વગર પડ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!