કોન્સ્ટેબલ પાસે 9 કરોડની સંપત્તિ પરિવારના સભ્યના નામે અને જમીન,મકાનો! એક સમયે ખેતી કામ કરતો..
બિહારમાં અનેક ભષ્ટાચાર થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે. ખરેખર આ ઘટનાં ખૂબ જ ચોકવનાર છે. બિહારના કોન્સ્ટેબલની નોકરી રાકેશ દુબે રેતી માફિયાઓ સાથેના જોડાણને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને તમને જાણીને નવાઇ લાગશે કે તેઓ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ સામે આવી છે. કાળાધનનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે અધિકારી માત્ર કોન્સ્ટેબલ ની પોસ્ટ પર છે અને તેની સંપત્તિ 10 કરોડની આસપાસ છે અને અન્ય જમીન અને મકાન પણ સામેલ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઈઓયુ પોલીસ એસોસિએશન પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ધીરજ કુમાર નામના કોન્સ્ટેબલ ને ત્યાં દરોડા પડતા ચકચાર મચી ગયો હતો. જેલમાં સામાન્ય ફરજ બજાવતા વ્યક્તિ પાસે 9 કરોડ અને 47 લાખ રૂપિયા સંપત્તિ બહાર આવી છે.આ સાથે તેમના અન્ય પરિવારજનો નામ સામેલ હતા.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી. સૂચનો મુજબ જાણવા મળ્યું હતું કે, તમામ સંપત્તિ કાળું ધન છે. પોતાના પદનો ગેરુપયોગ કરીને કાળું ધન ભેગું કર્યું છે.
1988માં નિમણુંક થયા બાદ થી લઈને 33 વર્ષની નોકરીના ગાળામાં આટલી સંપત્તિ ભેગી કરી લીધી જ્યારે નોકરી પેલા સામાન્ય ખેતી કરતા હતા. પોતાના ભાઈ અને સગા વ્હાલા નામે અઢળક સંપત્તિ નામે કરેલ છે. આ ઘટના ની જાણ થતાં જ સૌ કોઈ ચોકી ગયા હતા કે એક કોન્સ્ટેબ પાસે કરોડ રૂપિયાની સંપત્તિ કર્યા થી આવી ગઈ. હાલમાં તમામ તપાસ કર્યા બાદ વિગતો સામે આવી છે. હાલમાં તમામ પરિવાર જનો ની તમામ માહિતી લેવામાં આવશે અને જણાવ મળશે કે આખરે કુલ સંપતિ કેટલી છે.