યમરાજા ભૂલથી ઉપાડી ગયા હતા,’ અંતિમ સંસ્કાર પહેલા ઉભો થયો શખ્સ અને જણાવી હતી આ હકીકત
જગતમાં માણસ નું જન્મ અને મુત્યુ એ ઈશ્વરના હાથમાં છે. આપણે અનેકવાર એવા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે, ઘણા વ્યક્તિઓ મુત્યુ ને દ્વારે થી પાછા આવી જાય છે. મોત તેમને સામે હોય છે, છતાં પણ તે બચી જાય છે અને તેનું કારણ શું હોય શકે? કારણ એ જ કે, જે વ્યક્તિનું જ્યારે મુત્યુ લખાઈ ગયેલું હોય એ વ્યક્તિ ત્યારે જ મોતને દ્વારે પોહચે છે. હાલમાં જ એ એવી સત્ય ઘટના બની કે, અર્થી પર સુઈ રહેલ વ્યક્તિ ફરી જીવંત થયો.
ખરેખર આ સાંભળીને કોઈને પણ માનવામાં ન આવે કે આવી ઘટના પણ બની શકે છે. આ વાત સત્ય છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વ્યક્તિનાં અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા. મૃતદેહને નવડાવીને તેને અર્થી પર સુવડાવવામાં આવ્યો હતો. આ જ સમયે તે વ્યક્તિ અચાનક બેઠો થયો હતો. આ ઘટના બનતા જ સૌ કોઈ ચોકી ગયા હતા અને જીવંત વ્યક્તિનું કહેવું હતું કે, યમરાજ તેને ભૂલ થી ઉપાડી ગયા હતા એટલે તેમને ફરી મને આ લોકમાં પરત મોકલ્યો.
આ ઘટના વિશે જાણતાં જ સૌ કોઈ તેને ચમત્કાર સમજી રહ્યા છે અને જ્યારે ડોક્ટરો નું કહેવું કંઈક અલગ છે.આ વાતને ચમત્કાર માનવાથી ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આવું ન થઈ શકે. આ અંગે તપાસ કરવાની જરૂર છે. રામકિશોરની વાતોમાં કેટલું તથ્ય છે એ તો ખબર નથી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કિરથલા ગામનાં હતો.53 વર્ષીય રામકિશોર સિંહ ઉર્ફે ભૂરા સિંહનું મોત નિધન થઈ ગયું હતું. તેઓ વ્યવસાયે ખેડૂત હતા અને રામકિશનને કોઈ બીમારી ન હતી. પરંતુ થોડા સમય પહેલા તેમની આંખો સામે અંધકાર ફેલાઈ ગયો હતો. કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે શું થયું છે. રામકિશનના હૃદયના ધબકારા પણ બંધ પડી ગયા હતા.
પરિવારના લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા હતા. સગા સંબંધીઓ પણ ગામ પહોંચી ગયા હતા. અંતિમ સંસ્કારની તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરતું હલનચલન જોવા મળી હતી. આ જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું. ત્યારે જ રામકિશોર બેઠા થયા હતા અને આ જોઈને સૌ કોઈ ચોકિત થઈ ગયા હતા અને પરિવારજનોમાં ખુશીની લાગણીઓ છવાઈ ગઈ હતી.