ગુજરાતી ફિલ્મોની પટરાણી સ્નેહલતા આજે આવું જીવન પસાર કરી રહી છે, જાણો ક્યાં છે તે..
જરાતી ફિલ્મની અભિનેત્રી જેને ગુજરાતી સીનેમાં તરફ દર્શકોને આકર્ષવામાં સફળ રહી હોય તો તે છે, સ્નેહલતા!ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મળીને ગુજરાતી ફિલ્મોને એક નવી દીશા આપી. ખરેખર અનેક યાદગાર ફિલ્મો તેમને આપી છે! આજે ભળે તેઓ ગુજરાતી સિનેમા નથી દેખાતા પરતું લોકોના હૈયાંતેઓ આજે પણ જીવંત છે.લગભગ 22 વર્ષ પહેલા ફિલ્મ જગત છોડ્યા પછી, તેઓ જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. તેમનું કહેવું છે કે મને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી. હું બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહું છું. કોઈ પાર્ટી કે ફંક્શનમાં જતી નથી. મને મારા ફૅમિલી લાઈફથી ઘણો પ્રેમ છે.
તમને જાણીને નવાઈ લાગશે સ્નેહલતા એ ગુજરાતી ફિલ્મ જગતમાં સારા-સારા સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે.
સ્નેહલતા હાલ મુંબઈમાં બાન્દ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે. 64 વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા. તે હવે ઘણા બદલાઈ ગયા છે.
ગુજરાતી ફિલ્મોમાં એક સમયે સ્નેહલતા દર્શકોના દિલ પર રાજ કરતા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા. અનેક સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર છે. તો આજે અમે તમને જણાવીશું કે તેઓ આટલો સમય ક્યાં હતા અને હવે કેવું જીવન જીવી રહ્યા છે.
તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું. ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. આજે પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ઓફર મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી. પરિવારિક જીવન પસાર કરી રહ્યા છે.
સ્નેહલતાએ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. જેમાં રાનવઘણ, ભાદર તારા વહેતા પાણી, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે, વીર માંગરાવાળો, ઢોલા મારુ,ઢોલી, રાણી રિક્ષાવાળી, ભાવ ભાવના બેરૂ, રાણો કુંવર, સોન કંસારી, હરિશચંદ્ર તારામતી, હોથલ પદમણી, કોરા આંચલ, જય હનુમાન જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.