ઘરના મોભી નુ કોરોના દીવસો મૃત્યુ થતા પુરા પરીવારે પણ
કોરોના કાળ મા ખુબ વિચિત્ર કિસ્સા ઓ સામે આવી રહ્યા છે અને લોકો કોરોના ડર ને કારણે આત્મ હત્યા કરી લેતા હોય તેવા કિસ્સા ઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા મા પણ સામે આવ્યો હતો જેમાં ઘર ના મોભી નુ મૃત્યુ થયા ના બીજા જ દિવસે પરીવાર ના સભ્યો એ આત્મ હત્યા કરી લીધી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જૈન નામના પ્રૌઢને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે રાત્રીના દોઢ વાગ્યે તેમનુ અવસાન થયુ છે
મૃત્યુ થયા બપરીવાર દુખ થી પડી ભાગ્યો હતો અને મોભી ના અંતીમ સંસ્કાર કર્યા બાદ બીજે જ દિવસે મૃતકના પત્ની અને તેના બે પુત્રોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચીને વધારે વિગતો મેળવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.