દહેજ મા મળ્યા ત્રાસ ભરી ને 11 લાખ રુપીયા રોકડા ત્યારે દિકરાના પિતા એ કીધું કે અમારે રુપીયા નહી…
આજે પણ અનેક એવા બનાવો બને જે જેમા દહેજ માટે મહીલા ઓ ને હેરાન કરવામા આવે છે અને માનસિક અના શારીરીક ત્રાસ આપવામાં આવે છે જેમા ઘણી વખત મહિલા આત્મ હત્યા પણ કરી લેતી હોય છે. આવી ઘટના ઓ આજે પણ આપણા સમાજ મા બને છે ત્યારે ઘણા એવા પણ લોકો છે જે આ રિવાજ વિરોધી છે. આજે એવો જ એક કિસ્સો આપને જણાવીશું.
દહેજની પ્રથા ને નાબુદ કરવા માટે રાજસ્થાન મા એક પિતાએ અનેરુ પગલુ ભર્યુ હતુ. રાજસ્થાન ના બુંદી જીલ્લા ના ખજુરી ગામે સગાઈ મા દિકરી વાળા પક્ષ તરફ થી દિકરા ના પિતા ને 11 લાખ રુપીયા આપવામા આવ્યા હતા આ રુપીયા દહેજ સ્વરુપે આપ્યા હતા પરંતુ દિકરા ના પિતા એ આ રકમ લેવાની ના પાડી હતી અના કીધું હતુ કે…
અમારે ધન નહી લક્ષ્મી જોઈએ છે ત્યારે અન્ય લોકોના વધુ કહેવાથી તેવો એ માત્ર 101 રુપીયા ની રકમ સ્વીકારી હતી. આ સગાઈ મા જયારે દહેજ સ્વરુપે ત્રાસ ભરીને રુપીયા આપવામા આવ્યા હતા જેમાં 11 લાખ અને 101 રુપીયા હતા જેમા થી વૃજલાલ મીણા એ માત્ર 101 રુપોયા લીધા હતા.
જયારે દિકરા ના પિતા એ આ કાર્ય કર્યુ ત્યારે સો કોઈ એ વખાણ કર્યા હતા અને વાહવાહી થઈ હતી જ્યારે દુલ્હને પણ સસરા ના આ નિર્ણય ને આવકાર્યો હતો અને કહ્યુ હતુ કે આ બાબત ની છાપ આખા સમાજ પર પડશે અને અનાથી સમાજ ને એક સંદેશો મળશે.