પેલી નજરે તમે પણ છેતરાશો આ દેશના પી.એ મોદી નથી ! આ તો…
આજે ભારતનાં જ નહીં પરંતુ વિશ્વના લોકપ્રિય નેતા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મ દિવસ છે,ત્યારે ખરેખર આજે સમગ્ર ભારત તેમના જન્મદિવસને મનાવી રહ્યું છે.એમાં પણ મોદીજીના જન્મ દિવસની સાથે જેનો જન્મ દિવસ હશે તે પણ એટલા જ ઉત્સાહ હશે, ત્યારે વિચાર કરો એ વ્યક્તિ જેનો આજે ભલે જન્મ દિવસ નથી પરંતુ નરેન્દ્ર મોદીજી જેવા દેખાવ ને કારણે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, આ જગતમાં એક જેવા દેખાતા 7 લોકો આ દુનિયામાં હોય છે. ત્યારે આજે આપણે મોદીજી ને તો સૌ કોઇ જાણીએ છે કે જેઓ ભારતના લોકપ્રિય નેતા છે પરતું વિશ્વ ફ્લકે મોદીજીનું નામ ગુંજી રહ્યું છે.ખરેકખર મોદીજી જેવો જો કોઇ વ્યક્તિનો ચહેરો હોય તો તેનું જીવન પણ એટલું જ વૈભવશાળી બની જાય છે.માત્ર મોદીજી જેવો દેખાવ જ નહીં પરંતુ તેના જેવો હાવભાવ તેમજ પહેરવેશ અને તેમની જીવનની લાઈફ સ્ટાઇલના લીધે તે ખૂબ જ પ્રખ્યાત છે, એવા વ્યક્તિ એટલેલાલજી દેવરિયા.
મોદીજી જેવું વ્યક્તિત્વ તેમજ પહેરવેશ અને રહેણીકેની તેમના જેવી જ એવા લાલાજી દેવરિયા સાથે હાલમાં જ એક એવી ઘટના ઘટી જેમાં મુંબઈના રેલવે સ્ટેશન પર ટ્રોલી લઈને ચાલી રહ્યા છે, ત્યારે આમને જોઈને સૌ કોઈને લાગ્યું આ તો મોદીજી જાય રહ્યા છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આખરે આ વ્યક્તિ છે કોણ જ્યારે વ્યક્તિઓ તેમની પાસે ગયા ત્યારે તેઓ તેમના હમશકલ નીકળતા લોકો પણ ચોંકી ગયા હતા
લાલજી દેવરિયા અનેક વખત મોદીજી જેવો લુક લઈને અનેક કાર્યક્રમોમાં હાજરી આપેલ છે, તેમજ લોકો તેમની સાથે હોશેભેર સાથે સેલ્ફી પણ ખેંચાવે છે.તેમજ તેમનું જીવન તેઓ એકદમ મોદીજી જેવું જ જીવે છે. માત્ર તેઓ પોતાની રીતે જ આવી રીતે કરે એવું નથી પરતું ભાજપા પાર્ટી લોક સભાની ચૂંટણીમાં 2014માં તેમને અનેક જગ્યા પ્રચાર માટે પણ સાથમાં રાખેલ છે. ખરેખર આ વ્યક્તિ આજે મોદીજીનાં લીધે ખૂબ જ લોકપ્રિય બનેલ છે.
આમ પણ કહેવાય છે ને કે, ચંદનના વૃક્ષમાં સાપ વિટાઈ તો પણ કિંમત તો ચદનની જ થાય. આમ પણ માત્ર લાલજી ભાઈ જ નહીં પરંતુ પહેલા પીએમ મોદીના હમશકલ અભિનંદન પાઠકે પણ ભારે ચર્ચા જગાવી છે. જોકે બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. અભિનંદને અપક્ષ ઉમેદવાર તરીકે લખનઉ અને વારાણસીથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાવી હતી. અભિનંદન ઉત્તર પ્રદેશના સહારનપુરના છે.