Gujarat

દુનિયાની સૌથી મોટી યોધ્ધા માં ! શિયાળ બાળક ને મોઢા મા લઈ ને ભાગ્યુ માતા એ એવી રીતે બચાવ્યુ કે જાણી ને…

.હાલમાં સોશીયલ મીડિયામાં એક માની બહાદૂરીની ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ઘટના વિશે જાણીને તમે પણ ગર્વ અનુભવશો. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે આ જગતમાં માંથી મોટું કોઈ નથી. આ વાતને સાકાર કરતો કિસ્સો કોટાના ઝાડલ ગામમાં બન્યો છે. વાત જાણે એમ છે કે,શિયાળ અચાનક આવ્યો અને 6 મહિનાની બાળકીને દબોચીને લઈ ગયો. આ જોતા જ મહિલા એ પોતાના જીવની પરવહા કર્યા વગર દીકરીને તેના મુખમાંથી છોડાવી.

ચાલો અમે આપને જણાવી કે, આ દુઃખદાયી ઘટના કઈ રીતે બની અને હાલમાં આ બાળકીની હાલત કેવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. આ ઘટના ત્યારે બની જ્યારે દીકરીની માતા ભેંસોની દેખરેખમાં હતી અને બાળકી પોતાની 2 વર્ષની બહેન સાથે બેડ પર રમી રહી હતી અને અચાનક શિયાળ આવ્યો અને બાળકીને દબોચી લઇ ગયો.બાળકીનો રડવાનો અવાજ કાને પડતાની સાથે જ તે બાળકીનો જીવ બચાવવા શિયાળની પાછળ ભાગી કારણ કે શિયાળનાં જબડામાં તેની બાળકીનું માથું હતું.

દીકરીનો જીવ બચાવવા માટે મહિલાએ લાકડી શિયાળ ઉપર ફેંકી પરંતુ શિયાળ ભાગવા લાગ્યો હતો અને ઘરની બહાર નીકળતા પાડોશમાં રહેતી મહિલા એ પણ શિયાળ ઉપર પથ્થર ફેંક્યો છતાં એને બાળકી ને નાં છોડી એટલે પોતાની દીકરીનો જીવ બચાવવા મહિલા શિયાળ સામે થઈ ગઈ અને આ જોઈને શિયાળ ફરી મહિલાનાં ઘર તરફ દોડવા લાગ્યો એટલે સમયસર મહિલાએ પાછળથી શિયાળનાં પગ પકડીને શિયાળને હવામાં ઉછાડી દીધો જેના લીધે તેના મોઢામાંથી બાળકી છૂટી ગઈ અને મહિલાએ તેને સમયસર સંભાળી લીધી.

શિયાળ દોડીને બાજુના ઘરમાં ઘુસી ગયો. આ ઘટનાની જાણ થતાં સૌ કોઈ ત્યાં પહોંચી ગયા અને શિયાળને મોતને ઘાટ ઉતારી દીધો પરંતુ 6 મહિનાની બાળકીની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. બાળકીના માથામાંથી લોહી વહી રહ્યું હતું. દરેક જગ્યાએ દાંતના નિશાન અને ઊંડા ઘા થઈ ગયા અને આંખ પર ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી જેથી તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

બાળકીની સારવાર કરનાર ડોક્ટર સુનીતા ખંડેલવાલે જણાવ્યું કે બાળકીના માથા પર ગંભીર ઇજા થઇ છે અને પહેલા જોતા લાગ્યું હતું કે બાળકીની આંખ સંપૂર્ણ રીતે નીકળી ગઈ છે, જો કે બાદમાં આંખના ડોક્ટરે તપાસ કરી તો થોડી રાહત મળી કે આંખ બચી જશે. યુવતીની હાલત સ્થિર છે પરંતુ મગજમાં વધુ ઇજા થઇ છે જેમાં રિકવરી આવતા વાર લાગશે બાળકને હાઈડ્રોફોબિયાથી ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકી જલ્દી સ્વસ્થ થઈ જાય. ખરેખર આવી જનની જનેતાને વંદન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!