ગોલ્ડન બોય નીરજ ચોપરા એ આ રીતે માતા પિતાની ઈચ્છા અને પોતાનુ સપનું પરુ કર્યુ
જીવનમાં તમે જો ઈચ્છો તો તમારા કઠિન સપનાને હકીકતમાં પૂર્ણ કરી શકો છો. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, 124 વર્ષના ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડના ભાલા ફેંકમાં ગોલ્ડ મેળવીને નીરજ ચોપરાએ દેશનું અને પરિવારનું નામ રોશન કર્યું છે અને આ સાથે જ આપણે સૌ કોઈ જાણીએ છે મેં, તેને સરકાર તરફથી અઢળક પુરસ્કાર મળ્યા છે. આ ક્ષણ તેના માટે જીવનની ઉત્તમ ક્ષણ છે. આમ પણ કહેવાય છે ને કે અથાગ પરિશ્રમ થકી સફળતા જરૂર મળે છે.
આપણે એ તો જાણ્યું છે કે, દીકરો એ માતા-પિતા નાં દરેક સપના પુરા કરે. જેવી રીતે શ્રવણના માતાપિતા નું તીરથ ધામનું સપનું પૂર્ણ કર્યું એવી જ રીતે હાલમાં જ નીરજ તેંમના માતા પિતાની વર્ષો પહેલાની એક ઈચ્છા ને પૂર્ણ કરી છે. ત્યારે ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર છે. હાલમાં જ ટિવટ દ્વારા નીરજ જણાવ્યું.નિરજે માતા-પિતાને પ્રથમવાર ફ્લાઇટમાં બેસાડ્યા હતા. તેણે પોતાના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે દિલ્હીથી બેંગ્લોરનો પ્રવાસ કર્યો હતો. વાસ્તવમાં નીરજને બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની છે. જેના માટે તેણે ફ્લાઇટ દ્વારા ત્યાં પહોંચવાનું હતું
નીરજ ચોપરા પોતાનું સપનું સાકાર કરવા માટે માતા સરોજ દેવી અને પિતા સતીશ ચોપરાને પણ સાથે લીધા છે.નીરજે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાના માતા -પિતા સાથે ફ્લાઇટની અંદર બેઠો છે અને ખૂબ ખુશ દેખાય છે. તેણે તસવીરો સાથે એક લાગણીસભર સંદેશ પણ લખ્યો હતો કે આજે જીવનનું એક સપનું સાકાર થયું જ્યારે તેને પહેલી વાર તેના માતા -પિતાને ફ્લાઇટમાં બેઠેલા જોયા. હું હંમેશા દરેકની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભારી રહીશ.
હાલમાં નીરજ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું હતું કે તે થોડા દિવસો પોતાના પરિવાર સાથે વિતાવશે. ત્યારપછી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી શરૂ કરશે. કોમનવેલ્થ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ આવતા વર્ષે રમાવાની છે.ખરેખર નીરજ ચોપડા એક એવો ખેલાડી છે જેને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે, ત્યારે આ ક્ષણ ખૂબ જ યાદગાર છે.