Gujarat

વ્હાલસોયા દીકરા કુલદીપસિંહનું અકાળે મોત થતા આ રાજપુત અગ્રણીએ આપ્યું આ ક્ષેત્રોમાં 1.35 કરોડ રૂપિયાનું દાન….

આ જગતમાં દાનનો અનેરો મહિમા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક લોકો દાન પુણ્ય કરતા હોય છે. હાલમાં જ એક પિતાએ પોતાના પુત્ર માટે અનોખું દાન કર્યું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, નડાબેટ નજીક શરદ પૂર્ણિમાના ગરબા જોઇ પરત આવતા રસ્તામાં અકસ્માતમાં અવસાન પામેલ પુત્ર કુલદીપસિંહની યાદમાં બિલ્ડર થાનાજી રાજપૂતે સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં કુલ રૂપિયા 1.31 કરોડનું દાન કરી પુત્ર ઋણ અદા કર્યું હતું.

આ કિસ્સો સૌ કોઈ માટે પ્રેરણાદાયી બન્યો છે.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો શરદપૂર્ણિમાની રાત્રીના નડાબેટ ખાતે યોજાયેલ ગરબા જોઈ ઘરે પરત ફરતા જલોયા નજીક હાઇવે રસ્તામાં અકસ્માતમાં અવસાન પામેલ મૃતક પુત્ર કુલદીપસિંહના સ્મરણાર્થે નડાબેટ સહિત સમાજની સંસ્થાઓ અને ગૌશાળોમાં કુલ 1.31 કરોડનું દાન કર્યું છે.

પોતાના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી વ્યથિત બિલ્ડર દાતા થાનાજી રાજપુતે વાવ, થરાદ, સુઇગામ તાલુકા રાજપૂત સમાજ ભવન ગાંધીનગર સૂચિતના નામકરણ “સ્વ.કુલદીપસિંહ થાનાજી માનાજી રાજપૂત સમાજ ભવન’ માં રૂ.1 કરોડ, શ્રી નડેશ્વરી માતાજી નડાબેટમાં અતિ આધુનિક ગાર્ડન અને લાયબ્રેરી તેમજ પાણીની પરબ માટે રૂ.25 લાખ, ભરડવા રાજપૂતવાસ સ્મશાનમાં સ્નાન ઘાટ માટે રૂ.5 લાખ, ભરડવા ગૌશાળામાં 1 લાખ મળી કુલ 1 કરોડ 31 લાખનું દાન કર્યું હતું.

થાનાજી ખૂબ જ દાન અને સેવાનાં કાર્ય કરે છે. આ અગાઉ પણ નડાબેટ સહિત અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં લાખો રૂપિયાનું તેમણે દાન કર્યું છે. એકનો એક દીકરો ગુમાવવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે મૃતકની આત્મને સદગતિ પ્રાપ્ત થાય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!