Gujarat

લગ્નના 10 મહિનામાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરીને એવો માસ્ટર માઇન્ડ પ્લાન ઘડયો કે પોલીસે ચોંકી ગઈ, હત્યાને અકસ્માતમાં ફેરવ્યું…

હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પતિ એ જ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાખી. હત્યા અંગેનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દાંતીવાડાના નાંદોત્રા ઠાકોરવાસમાં રહેતા ગોપાલસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબા જોડે થયા હતા.

મોટાભાગના લગ્નમાં ત્યારે તિરાડ આવે છે, જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિનો સમાવેશ થાય છે. લગ્ન બાદ પણ બહાર સંબંધો રાખવા એ યોગ્ય ન કહેવાય. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, લગ્ન બાદ ગોપાલસિંહ ને લફરુ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. નવરાત્રી દરમિયાન 4 ઓક્ટોબરની રાત્રે પોતાની ફરી એક વખત બંને વચ્ચે ઝઘડો થતાં ગોપાલે પત્ની કિસૂબાના માથામાં ધોકા વડે ફટકા મારી દેતાં તેનું ઘરમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

આ હત્યાને છુપાવવા માટે ગોપાલ એવું કાવતરું ઘડ્યું કે પોલીસ પણ તેને શરૂઆતમાં ન પકડી શકી. આ બનાવ અંગે વિગતવાર જાણીએ કે કઈ રીતે ગોપાલએ પોતાની પત્નીની હત્યાની વાર્તા ઘડી કે, કોઈપણ વ્યક્તિને તેના પર શક જ ન ગયો.ગોપાલએ પોતાની પત્નીને મારીને પિતરાઇ ભાઈને જાણ કરી અને કિસૂબાને દવાખાને લઈ જવા પ્રોસેસ કરી. ગામમાંથી એક ઇકો લઈ પાલનપુર દવાખાને ગયા અને ડોક્ટરે એને મૃત જાહેર કરી. ત્યાંથી કિસૂબાના મૃતદેહ સાથે બધા ઘરે આવ્યા. કિસૂબા મરી ગયા છે એમ કહીને પોલીસને જાણ કરવા કહ્યું. ત્યાર બાદ ગોપાલ એવી વાર્તા ઘડી કે અમે આવતાં હતા અને એ બાઇક પરથી પડી ગઈ તો વાગ્યું છે. પછી અંતિમ વિધિની પ્રોસેસ કરી. કિસૂબાના પિયરમાં જાણ કરી.

મૃતક દીકરીના પરિવારજને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ બનાવ અંગે તપાસ શરૂ કરવા માંગ કરી. ગોપાલે પોલીસને બતાવીને કહ્યું કે હું બાઇક લઈને નવરાત્રી જોવા જતો હતો. ત્યાં એ બાઇક પરથી પડી ગઈ. એમાં એને ઇજા થઈ. પરંતુ બંપ સાવ નાનો હતો કોઈ ત્યાંથી કોઈ માણસ પડીને મરી જાય એટલો મોટો નહતો. પરંતુ સ્થળ પર બ્લડ સ્પોટ કે અન્ય વસ્તુ મળી નહીં. અમને પહેલેથી શંકા હતી. બીજું એ કે લાશના ફોટા જોઈને પણ અમને જાણ થઈ ગઈ હતી કે આ ઇન્જરી પડીને વાગેલાની નથી. પરંતુ એ વખતે અમારી પાસે કોઈ એવિડેન્સ ન હતા.

જ્યારે એફએસએલ એ બીજી વખત એની ક્રોસ પૂછપરછ કરી ત્યારે એણે સ્વીકારી લીધું કે ગામની જ એક છોકરી સાથે અફેર હતું. એણે કારણે ઝઘડા ચાલતાં હતા. પછી બીજું જૂઠ બોલ્યો કે એ દિવસે પણ ઝઘડો થયો ત્યારે હું પગ ઉપર ધોકો મારવા ગયો પણ કિસૂબા નીચે બેસી ગયા તો એમને માથામાં વાગ્યું. પરંતુ માથામાં કપાળ પર અને કાનની બાજુમાં એમ બે ફટકા મારેલા હતા. પગમાં મારવા જાય અને કોઈ નીચે બેસી જાય તો બે ફટકા કોઈ ન મારે. સીધી વાત એ હતી કે એણે બધુ જાતે જ કર્યું હતું.


.
જ્યારે મૃતક મહિલાના બાપુજી વેલસીભાઈએ કિસૂબાનું મો જોયું તો એમને શંકા ગઈ કે અકસ્માતમાં આવું ન વાગે. કિસૂબાના કપાળમાં બધુ તોડી નાખ્યું હતું. આંખ પણ નીકળી ગઈ હતી. એટલે અમે એમની સાથે વાત કરી તો એ લોકોએ અમને અકસ્માત થયો છે એવું જ રટણ કર્યે રાખ્યું હતું પણ આખરે પોલીસે તમામ તપાસ કરીને આ મોતનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ મૃતક દીકરી વિશે જાણીએ તો કિસૂબાના પિતાનું વર્ષ 2005માં મૃત્યુ પામ્યા હતા. પછી કિસૂબાએ પોતે ખેતી કરીને એના લગ્નનો ખર્ચો કાઢ્યો હતો. બધુ પોતાના પૈસે કર્યું હતું. તેમના મમ્મી સાથે ખેત મજૂરી કરીને દાગીના બનાવ્યા હતાં આ વર્ષે કિસૂબાના લગ્ન થઈ ગએલા.કિસૂબાના ઘરમાં એમની વિધવા માતા અમતુબા બાલસિંઘ ડાભી અને ત્રણ બહેનો. સૌથી મોટાં કોમલબા, પછી કિસૂબા અને છેલ્લા લાલુબા. જેમાંથી કોમલબા અને કિસૂબા ના લગ્ન થઈ ગયા હતા. જ્યારે આરોપી ગોપાલ મજૂરી કામ કરતો હતો.હાલમાં પોલીસે આરોપી ગોપાલ સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!