Gujarat

ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે સપાટો બોલાવી દીધો ! આ જગ્યા એ રેડ કરી 565 પેટી દારુ ની બોટલ પકડી અને…

હાલમાં એક તરફ દિવાળીની સાફ સફાઈ ચાલુ છે, એવામાં હાલમ જ સ્ટેટ મોનીટરીંગ ટીમે સફાયો બોલાયા છે. હાલમાં જ દારૂની બદીને ડામી દેવા માટે ફુલ ફોર્મમાં રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યમાં ચારે બાજુ ધોંસ બોલાવવાનું શરૂ કરી દેતાં બૂટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં જ ગુજ્રરાતના ના એવા ગામમાંથી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે એક ગોડાઉન ભાડે રાખીને ચાલી રહેલા દારૂના કટિંગ વખતે ત્રાટકીને 565 વિદેશી દારૂની પેટી સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

કેશોદ જેવા ગામમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલેઅત્યારે 28.50 લાખનો દારૂ તેમજ ટ્રક, છોટા હાથી અને એક એક્ટિવા સહિત કુલ રૂા.40 લાખના મુદ્દામાલ ઝડપ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ડ્રાયવર સોગારામ રંગારામ બિશ્ર્નોઈ અને મનહરલાલ ચુનીલાલની ધરપકડ કરી છે અને દારૂ મંગાવનાર યોગેશ જયસ્વાલની શોધખોળ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે મુળ બનાસકાંઠામાં રહેતાં યોગેશ જયસ્વાલે કેશોદમાં ગોડાઉન ભાડે રાખીને રાજસ્થાનથી ટ્રક-છોટા હાથી મારફતે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. યોગેશ મુળ બનાસકાંઠાનો હોવા છતાં જૂનાગઢમાં ગોડાઉન શા માટે રાખ્યું હશે તે અંગે અત્યારે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ દારૂ મંગાવ્યા બાદ તેની સપ્લાય કરવામાં યોગેશની સાથે જૂનાગઢના સ્થાનિક બૂટલેગરની સંડોવણી છે કે નહીં તપાસ ચાલી રહી છે.

કેશોદનું ગોડાઉન યોગેશ જયસ્વાલ દ્વારા ઘણા લાંબા સમય પહેલાંથી જ ભાડે રાખવામાં આવ્યું હતું તેમજ પહેલીવાર નહીં બલ્કે અનેકવાર દારૂનું કટિંગ કરી નાખવામાં આવ્યું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાલ યોગેશની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેની ધરપકડ બાદ આ મામલે અનેક મહત્ત્વના ખુલાસાઓ થઇ શકે છે.

આ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢમાં ત્રાટકીને કુખ્યાત બૂટલેગર ધીરેન મકવાણાએ મંગાવેલા દારૂના જથ્થાને પકડી પાડ્યો હતો ત્યારે હવે કેશોદમાં ત્રાટકીને દારૂનો મસમોટો જથ્થો પકડી પાડતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!