Gujarat

માતા પિતા એ જ 8 લાખ રુપીઆની સોપારી આપી દીકરા ની હત્યા કરાવી નાખી ! હત્યા કરવાનું કારણ જાણી આંચકો લાગશે

આપણા ગુજરાતીમાં કહેવાય છેને કે, કેટલીએ માનતા કરો ત્યારે ભગવાન દીકરો દે. દીકરાની કામનાએ તો અનેક લોકો દીકરીને પણ ધિક્કારતા હોય છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બન્યો કે, માતા પિતા એ જ 8 લાખ રુપીઆની સોપારી આપી દીકરા ની હત્યા કરાવી નાખી ! હત્યા કરવાનું કારણ જાણી આંચકો લાગશે. ચાલો આ ઘટનાં અંગે વધુ આપને વિગતો જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના હૈદરાબાદની છે.
મૃતક સાંઈરામની ઉંમર 26 વર્ષ હતી અને તે માતા-પિતાનો એકનો એક દીકરો હતો. છતાં પણ માતા પિતાએ સોપારી આપી. આરોપી યુવાનને મંદિર લઈ ગયા હતા અને ત્યાં ખૂબ દારૂ પીવડાવ્યો હતો અને ત્યારપછી દોરડાથી ગળું દબાવીને તેની હત્યાને કરી હતી. માતા પિતાએ આવું શા માટે કર્યું એની હકીકત જાણીને તમે પણ વિચારશો કે આ સાચું કર્યું કે ખોટું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ક્ષત્રિય રામસિંહ મરીપેડા બાંગ્લા ગામની એક સરકારી શાળાના આચાર્ય છે, જેના પર પુત્રની હત્યાની સોપારીનો આરોપ છે. તેમની પત્ની ગૃહિણી છે. આ દંપતીને એક પુત્રી છે જે અમેરિકામાં સ્થાયી છે. તેમનો દીકરો દારૂડિયો હતો અને અવારનવાર તેમને મારતો અને ત્રાસ આપતો. સાંઈરામને વ્યસન મુક્તિ માટે હૈદરાબાદના પુનર્વસન કેન્દ્રમાં પણ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. તેનાથી હતાશ થઈને માતા-પિતાએ તેને મારી નાખવાની સોપારી આપી હતી.

પોલીસને સાંઈરામનો મૃતદેહ 18 ઓક્ટોબરે સૂર્યપેટના મુસીમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે સાંઈરામ છેલ્લી વાર પરિવારની કારમાં ક્યાંક ગયો હતો. મૃતદેહ મળ્યા બાદ સાંઈરામનાં માતા-પિતા એ જ કારમાં મોરચુરી ગયાં હતાં. ત્યાં તેણે પુત્રના મૃતદેહની ઓળખ કરી હતી. માતા-પિતાએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હોવાથી પોલીસની શંકા પણ વધુ ઘેરી બની હતી. પોલીસે પૂછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો

હુઝુરાબાદ સર્કલ ઇન્સ્પેક્ટર રામલિંગા રેડ્ડીના જણાવ્યા અનુસાર, દંપતીએ તેમના મામા સત્યનારાયણને તેમના પુત્રને મારવા માટે સોપારી આપી હતી. તેમણે યોજનામાં મિર્યાલાગુડા મંડળના આર રવિ, ડી ધર્મ, પી અગરાજુ, ડી સાઈ અને બી રામબાબુનો પણ સમાવેશ કર્યો હતો. હત્યા માટે દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. બાકીના સાડા છ લાખ રૂપિયા હત્યાના ત્રણ દિવસ બાદ આપવાનું નક્કી થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!