Gujarat

હુસેન પઠાણે કેમ એવું કીધુ કે મારુ કોઈ સન્માન ના કરો મને કોઈ ફૂલહાર નો પહેરાવો કારણ કે હુ…

મોરબી ઝુલતા પૂલ હોનારતે અનેક લોકોના જીવ લઈ લીધા અને આ ઘટનામાં અનેક વ્યક્તિએ માનવતા ધર્મ નિભાવ્યો છે અને ખડેપગે રહીને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી છે. આપણે જાણીએ છે કે, હાલમાં સોશીયલ મીડિયામાં મુસ્લિમ યુવક હું હુસૈનની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. આ યુવાનને માનવતા ધર્મ નિભાવવા માટે પોતાના જીવની પરવહા કર્યા વગર લોકોનો જીવ બચાવ્યો છે એ પણ નિઃસ્વાર્થપણે.

હાલમાં જ બીબીસી ન્યૂઝ દ્વારા હુસૈન પઠાણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને આ વીડિયોમાં તેમણે મોરબી હોનારત અને બચાવકામગીરી અંગે આપવીતી જણાવી હતી. હુસૈનની વાત સાંભળી તમારી આંખમાંથી આંસુઓ વહી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે કારણ કે જે રિતે હુસૈન પોતાના અનુભવો કહ્યા છે એ ખરેખર આપણું હૈયું કંપાવી દે એવા છે. હુસૈનની સેવાના વખાણ ચારતરફ થઈ રહ્યા છે, ત્યારે તેને એકપણ સન્માન સ્વીકાર્યું નથી પોતાની કામગીરીને ઈસાનિયત જણાવી છે.

બીબીસી ન્યૂઝ દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂમાં હુસૈન પઠાણને પૂછવામાં આવ્યું હતું કે, તમે કેટલા લોકો બચાવા ગયા હતા અને કેવું દ્ર્શ્ય હતું. હુસૈન પઠાણે જણાવ્યું હતું કે, હું તમામ મૃતકોને શ્રદ્ધાજંલી પાઠવું છું. દ્ર્શ્ય ખૂબ જ ખરાબ હતા અને જે પણ કંઈ થયું તેમાં મેં કાંઈ એકલાએ નથી કર્યું.જ્યારે પુલ તૂટવાની ઘટનાની જાણ થઈ ત્યારે તમામ લોકો બચાવવા માટે પહોંચી ગયા હતાં. અનેક સંસ્થાઓ હતી, આખું મકરાણીવાસ હતું, બોરાચીવાસના છોકરાઓ, ઋષિપરા અને ત્રાજપરા અને કાલિકા પ્લોટનાં લોકો પણ હતા.

જે જે લોકોને આ ઘટનાની જાણ થતા બધા લોકો આવી જતા હતા મેં કાંઈ એકલાએ કંઈ નથી કર્યું આપણે તો સમાજ સેવા કરી છે એમ કઇ કામ ન બતાવાનું હોય ન તો સન્માન કરવાનું હોય લોકો મને ફોન કરીને કહેતા કે અમારે તમારૂ સન્માન કરવું છે. મારું શેનું સન્માન? મારું મોરબી રડી રહ્યું હતું મારી બેન અને અમી રડી રહી હતી. જો મારી અમી કે બેન કદાચ આ પુલમાં પડી જાત તો હું એને બચાવું અને બીજાને બચાવું એજ સમજીને હું ગયો હતો.હું મારા અમીને કહીને જ ગયો હતો કે, હું જાઉં છું અને મારું કાંઈ નક્કી નહિ.

જ્યારે હુસૈન ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે અન્ય સંસ્થાઓ અને લોકો પણ બચાવકામગીરી કરી રહી હતી. હુ સૈન અન્ય ચાર યુવાનોની એક ટીમ બનાવી અને ત્યારબાદ તેને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યુ અને તેને હોળીમાં બેસાડીને લોકોને બચાવવાની કામગીરી કરી હતી. હુસૈન ઇન્ટવ્યૂમાં એ પણ કહ્યું કે, મેં એકલા એ કંઈ નથી કર્યું દરેક સંસ્થાઓ હતી, હિન્દૂ,મુસ્લિમ, ઈસાઈ તમામ લોકો બધા ઈસાનિયત માટે જ કરી રહ્યા હતા અને મેં પણ ઈસાનિયત માટે જ કર્યું છે.
ખરેખર હુસૈનનાં માનવતા ધર્મને સલામ કરીએ આપણે આ યુવાને સેવા નો શ્રેય પોતાના એકલા માથે નથી લીધો. તમે આ ઇન્ટવ્યું જોશો ત્યારે સમજાશે કે હુસૈન સૌની સાથે રહીને 50 લોકોના જીવ બચાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!