એક એવું ગામ જ્યાં આઠવર્ષ થી સૌ ગામવાસીઓ એક જ રસોડા રોજ સાથે જમેં છે.
જગતમાં કહેવાય છે ને મેં જ્યાં સંપ ત્યાં જપ! એકબીજામાં સાથે રહેવામાં મજા છે તે એકલા રહેવામાં નથી આજે અને આજમાં સમયમાં તો સંયુક્ત કુટુંબ માથી લોકો અલગ અલગ થઈ રહ્યા છે એવા સમયમાં એક ગામ એવું છે જય સૌ એક જ રસોડે સાથે જમે છે. આ ગામની અનેક વિશેષતા છે અને અહીંયા કોઈ સરપંચ નથી તેમજ એક ગ્રામ તરીકે સૌ આ ગામને સુખડ બનાવે છે.
આ વાત છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીથી જસ્ટ પાંચ કિલોમીટર દૂર આવેલા ચાંદણકી ગામના તમામ વડીલો રોજ એક જ રસોડે જમે છે. યુવા પેઢી નોકરી-ધંધા માટે મોટાં શહેરો અને વિદેશોમાં સેટલ થઈ ગઈ છે ત્યારે સિનિયર સિટિઝનો નિરાંતે રહી શકે એ માટે સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ના, આ કોઈ પ્રસંગ નથી કે પછી દિવાળી કે અન્ય કોઈ તહેવાર નથી. આ વડીલો અહીં રોજ સવાર–સાંજ સાથે મળીને હાઇજીનિક ફૂડ જમે છે. યસ, રોજ સવાર–સાંજ બે ટાઇમ ગામમાં રહેતા ૫૦ જેટલા વડીલો સાથે મળીને એક રસોડે જમે છે ચાંદણકી ગામના યુવાવર્ગ ભલે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, જર્મની જેવા દેશોમાં કે પછી અમદાવાદ, અંકલેશ્વર સહિત ભારતનાં શહેરોમાં રહેતા હોય; પરંતુ દૂર રહીને પણ તેમની દરકાર રાખી રહ્યા છે.
તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં છેલ્લાં સાત–આઠ વર્ષથી કોઈ વડીલ તેમના ઘરે બે ટાઇમની રસોઈ બનાવતા નથી, પરંતુ ગામના વડીલો સાથે મળીને જમે છે. ગામના વડીલો અને નોકરી-ધંધા માટે દેશ–વિદેશમાં રહેતા યુવાનોએ સાથે મળીને એવી સિસ્ટમ બનાવી છે કે જેમના દીકરાઓ ગામની બહાર રહેતા હોય એવા વડીલોને કોઈ અગવડ ન પડે અને સગવડ સચવાઈ રહે એ માટે આ વડીલો એકસાથે, એક રસોડે જમે અને એના માટે વ્યવસ્થા કરી છે.
બધા સાથે મળીને શું જમે છે? ગામના રસોડે બનતાં ફરસાણ–સ્વીટ અને મનલુભાવન વ્યંજનો વડીલો અને મહેમાનોની દાઢે વળગે એવાં હોય છે. ગામમાં લંચ માટે સવારે સાડાદસ વાગ્યે બેલ વાગ્યે છે. સાંજે ૬.૩૦ વાગ્યે ડિનર માટે બેલ વાગે છે. બેલ વાગે એટલે ગામના વડીલો ડાઇનિંગ હૉલમાં આવતા જાય છે. લંચમાં રોટલી–શાક, દાળ-ભાત, છાશ ઉપરાંત સ્વીટ હોય તો એ પણ પીરસાય છે.