Gujarat

ગીર ગાયે આપ્યો વાછરડીને જન્મ! પરિવારે વાછરડીને 57 કિલો પેંડા થી જોખીને ગામને મોઢું મીઠું કરાવ્યું.

કહેવાય છે ને કે ખુશીઓ અવસર શોધવા કોઈ કારણ ન જોઈએ. જગતનાનાથ આપણને સુખી જીવન આપ્યું છે. આપણે સૌ દીકરા કે દીકરીના જન્મ સમયે પેંડા વેંચતા હોઈએ છીએ પરંતુ કોઈક એકે પણ હોય છે કે પોતાની વ્હાલ થી પ્યારી વસ્તુઓ માટે કંઈ કરી શકે. એક પરિવારે વાછરડીના જન્મ સમયે57 કિલો પેંડા વેંચતા આકર્ષણ નું કેન્દ્ર બન્યા.

વાત જાણે એમ છે કે, કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામે ભરતભાઈ અરભમભાઇ કેશવાલા નામના યુવાનની વાડીએ એક ગંગા નામની ગીર ગાય છે. હાલમાં આ ગંગા નામની ગાયે સુરભિ નામની વાછરડીનો જન્મ આપ્યો. સુંદર વાછરડીને જોઈને પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. આ પરિવારે વાછરડીને શાનદાર આવકાર આપતાં વાછરડીને 57 કિલો પેંડાથી જોખી હતી.

આ રસમ બાદ આ પેંડા સબંધીઓને અને ગામલોકોને આપીને મીઠું મોઢુ કરાવ્યું હતું. ખરેખર આવું આપણે ત્યાં હ થાય શકીએ આપણે ગાય ને માતા ગણીએ છે તેમજ ખાસ કરીને માલધારી ઓને ગાય જોડે અનેરો નાતો. આ પરિવાર સૌ માટે પ્રેરણારૂપ બન્યું.આ ગાયને અણાર પરિવારના સભ્યની જેમ જ સાચવીએ છીએ. તેના રહેઠાણની પણ પૂરતી વ્યવસ્થા અને કાળજી રાખીએ છીએ.

.જ્યારે વાછરડીને જન્મ આપતાં અમારા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો અને અમે તેની પેંડા વહેંચીને ઉજવણી કરી હતી. આ દ્રશ્ય અતિ ભાવન અને મનમોહક છે. વિચાર કરો આ પરિવારને ગાય પ્રત્યે કેટલો લગાવ હશે ત્યારે આટલું બધું કરી શકે. જેમ દિકરા જન્મમાં વધામણાં થાય એમ વાછરડી જન્મી તેના વધામણા લેવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!