ત્રણ યુવાનો કરેલ કર્યું એવું અનોખું કાર્ય કે ગામના સૌ લોકો જીવન ભર તેના વખાણ કરે તો ઓછું લાગે!
કહેવાય છે ને કે મિત્રો સારા મળે તો જીવન ધન્ય થઈ જાય છે. આમ પણ માનવતા થી મોટો કોઈ ધર્મ નથી હોતો. ખરો મિત્ર એજ કેહવાય જે મિત્રનું દુઃખ તેના કહ્યા વગર જાણી જાય. આજે એક અનોખો કિસ્સો આપણે જાણીશુ. આ ઘટના બાદ સૌ કોઈ વખાણ કરી રહ્યા છે મિત્રોનાં.ચાલો જાણીએ શું કામ કર્યું એવું
ત્રણ સેવા ભાવિ યુવાનોને પોતાના ગામ દેવપુરા ગામે રહેતા એક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાના સંતાનના લગ્ન કરવા માટે નાણાંની સગવડ ન હોવાથી છેલ્લા બે વર્ષથી લગ્ન અટકી પડ્યા હતા.જેની જાણ કુશ્કલ ગામના ત્રણ સેવાભાવી યુવાનોને જાણ થતા તેમના દ્વારા લગ્નના તનામ ખર્ચ ઉઠાવીને દીકરા દિકરીના ધામ ધુમ થી લગ્ન કરાવ્યા હતા.
છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ રાવળ(યોગી)ના બે સંતાનો દિકરા અને દિકરીના લગ્ન છેલ્લા બે વર્ષથી નાણાંના અભાવે અટકી પડ્યા હતા. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે.આવા સમયમાં ધંધારોજગાર પડી ભાગ્યા છે. જેથી આ પરિવારને પોતાના સંતાનોના લગ્ન કરાવવા મુશ્કેલ બન્યા હતા.
આ બાબતની જાણ કુશ્કલ ગામના ત્રણ સેવાભાવી યુવાનો નાં સહયોગ થી રવિવારે દિકરીના ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમજ સોમવારે દિકરા લગ્ન યોજાયા હતાં. આ ત્રણ યુવાનોની સેવાભાવના સૌ કોઇએ બિરદાવી હતી.આજના સમયમાં અનેક લોકો કોરોનાને લીધે નિરાધર બન્યા છે, ત્યારે આવા કપરા સમયમાં આવું સદ્દકાર્યો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સૌ કોઈ આ સેવાભાવી યુવાનોના વખાણ કરી રહ્યા છે. આ લગ્ન માટે 80 હજાર રૂપિયાનો ખર્ચ ઉઠાવ્યો આ યુવાનોએ