Entertainment

ગીર ના સાવજ સાથે એક માલધારી ને મિત્રતા થય પછી-વાંચો એક સત્ય કથા

આ જગતમાં મિત્રતા તો ખુબ જ વખાણય છે. આમ પણ કહેવાય છે ને કે,મિત્રતા માત્ર બે વ્યક્તિ ઓ જ નહીં પરંતુ કુદરત તેમજ વન્ય જીવો સાથે પણ થઈ શકે છે. ખરેખર આજે આપણે વાત કરીશું. એક એવા વ્યક્તિ વિશે જેની મિત્રતા ગીર જંગલ સિંહ સાથે હ્તી. આમ પણ કહેવાય છે ને કે ગીર ની ગાંડી નગરી ખૂબ જ અખૂટ સૌંદર્ય થી ભરપૂર છે.

આમ પણ ગીર ને અમસ્તા જ ગાંડી નથી કહેવામાં આવતી કારણ કે ગીર માં આવતા જ વ્યક્તિ તેની સૌંદર્યતા અને સિંહનાપ્રેમમા ગાંડો ઘેલો થઈ જાય છે. આજે આપણે આજ નેહમાં વસતા માલધારી ની વાત કરીશું. એ આપણે જાણીએ છે કે, વર્ષ 1970માં માલધારીઓનું સ્થાળાતર કરવામાં આવ્યું હતું.

૧૯૬૫ માં ગીર ક્ષેત્ર ને સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા વર્ષો માં ગીર માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ થઇ ગઈ હતી. બસ પછી અનેક માલધારીઓને ગિરનું જંગલ છોડવું પડ્યું. સિંહ અને માલધારીઓ માટે ગીર ઘર છે જેમાં સિંહ ઘર માટે માલધારીઓ ચાલ્યા ગયા.

ગીર ક્ષેત્ર માં રીસર્ચ ની કામગીરી કરવા માટે પોલ જોસલીન.તેઓએ પોતાના આ રિસર્ચવર્ક માટે ગીર ના એક ચારણ માલધારી જીણા નાના ઠાકારીયા ને સાથે રાખ્યા હતા. આ જ સમયગાળમાં “ટીલીયા” નામના એક સિંહ ખૂબ જ લોકપ્રિય હતો. એવું કહેવાય છે કે, 1955 થી 60 સુધીમાં એ સૌથી શક્તિશાળી સિંહ હતો અને ગીર નો રાજા કહેવતો.

એ જ્યારે ભેંસ નો શિકાર કરીને તેના ગળા થી ઉચકીને લઇ જતો ત્યારે ભેંસ નું શરીર નીચે જમીન માં અડવા પણ ન દેતો હતો.માત્ર તેના પગ ના લીટા જ જમીન પર થતા હતા. આ જ સિંહ જીણા ભાઈ સાથે મિત્રતા ઓ સંબધ જાને એમના વગર તેને ચાલતું જ નહીંઘણી વાર જીણા ભાઈ સુતા હોય ત્યારે તેની બાજુ માં આવી ને સુઈ જતો.

એવું કહેવાય છે કે, એક વાર જયારે જીણાભાઈ સુતા હતા ત્યારે નાનો ટીલીયો તેની બાજુ માં આવી ને પડખા માં ઘુસી ગયો.જીણા ભાઈ ઊંઘ માં હોવાને કારણે તેમને ખ્યાલ ન હતો એટલે ટીલીયો તેના હાથ નીચે દબાઈ ગયો અને સાધારણ રીતે નાનો ટીલીયો કાવકાવ કરવા લાગ્યો.

આ સાંભળી ને ટીલીયા ની માંગંગા બેઠી થઇ ગઈ અને સીધો પંજો જીણાભાઇ ની છાતી પર મુક્યો અને ત્રાડ પાડી.પરંતુ જીણા ભાઈને આ ત્રાડ પહેલા પણ સાંભળેલી હતી અને એટલે તે ઘબરાયા વગર જ બંધ આખો એ જ બોલ્યા “એ ગંગા.. તું પણ શું… હું જીણો છું જીણો.” આ સાંભળી ને ગંગા એ તરત જ હાથ પાછો લઇ લીધો.

એક વાર એવું બન્યું કે રિસર્ચમાં એક પ્રયોગ કર્યો કે જીણાભાઈ એ પોતાની સાથે જંગલ માં એક બકરું લઇ જવા નું અને સાવજને આ બકરું ખાવા નહી દેવાનું.જીણા ભાઈ માસિંહ ની સામે જ બેઠા હતા પરંતુ જ્યાં સુધી જીણા ભાઈ ત્યાં હતા અને જાગતા હતા ત્યાં સુધી સિંહ એ બકરા ની નજીક જવાની પણ હિંમત ન કરી. ખરેખર આને કહેવાય છે, ગીર નાં જંગલ નાં માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અતૂટ છે.

જોકે જેવું જીણાભાઈ ને થોડી ઊંઘ ચડી એવી તરતજ સિંહ એ બકરાને પકડી લીધું, ત્યાં તો જીણાભાઇ જાગી ગયા અને તે બકરા ને સિંહ ના હાથ માં ન આવવા દીધું.આ ઘટના દરમિયાન જોસલીન ત્યાં ફોટા પાડતા હતા એટલે આ બધી ઘટના નો ફોટો પણ તેમના કેમેરા માં કેદ કર્યો અને ખરેખર જીણાભાઈ નું જીવન ખૂબ જ પ્રચલીત હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!