સાત કિશોરીઓનુ તળાવ મા ડુબી જતા મોત થયુ.

ઝારખંડ શનિવારે એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક સાથે સાત કિશોરીઓ ના પાણી મા ડુબી જવાથી મોત થયા છે. આ ઘટના બાલૂમાથ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરગડા પંચાયત અંતર્ગત મનનડીહ ગામમાં બની હતી. મૃતક મા ત્રણ સગી બહેનો હતી.દૂર્ઘટના એક બાળકીને બચાવ દરમિયાન બની અને દરેક કિશોરીઓ એક-એક કરીને તળાવમાં ડૂબી ગઈ.

આ ઘટના ત્યારે બની હતી જયારે મનન ડિહમાં કરમા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી હતી. શનિવારે કરમા પૂજા વિસર્જન કરવા માટે ડઝનબંધ છોકરીઓ તળાવના ઉંડા ખાડામાં ગઈ હતી. ત્યારે એક કશોરી ડુબી રહી હતી એ જોઈ ને અન્ય યુવતી ઓ બચાવવા ગઈ હતી અને વારા ફરતી દરેક યુવતી ડુબવા લાગી હતી.

જ્યારે આ બાબત ની જાણ ગામ લોકો ને થઈ ત્યારે ગામ લોકો બચાવવા માટે પહોંચ્યા હતા જેમા થી બધી કિશોરી ઓ ને બહાર કાઢી હતી ત્રણ કિશોરીઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ કીશોરી ને હોસ્પીટલે લઈ જવા મા આવી હતી જયા તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. સાત કિશોરીઓ ના એક સાથે મોત ના લઈ ને આખા ગામ મા અરેરાટી મચી ગઈ હતી.

મૃતકોમાં રેખા કુમારી (17), રીના કુમારી (12), લક્ષ્મી કુમારી (9), સુનિતા કુમારી (16), બસંતી કુમારી (10), સુષ્મા કુમારી (10), પિન્કી કુમારી (17)નો સમાવેશ થાય છે. તેમાં રેખા, રીના અને લક્ષ્મી સગી બહેનો હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે લાતેહાર જિલ્લાના શેરેગાડા ગામમાં આ ઘટના અંગે માહિતી સાંભળીને સ્તબ્ધ છું. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *