ગિરનાર થઈ ગયો અદ્રશ્ય! વીડિયોમાં જુઓ કંઈ રીતે વાદળો ગિરનારને પોતાની અંદર સમાવી લીધો…
ગઈ કાલે અષાઢી બીજના દિવસે મેઘરાજાનું ધમાકેદાર સ્વાગત થતા ગિરનાર તો વાદળોની વચ્ચે અદ્રશ્ય થઈ ગય. ખરેખર ગરવા ગિરનારની સૌંદર્યતા મેઘરાજાના આગમનથી સોળે કળા ખીલી ઉઠી છે. વાદળોથી ઘેરાયેલ ગિરનાર જાણે સંતાકુકડી રમી રહ્યો હોય એવું દ્રશ્યમાન થાય છે! મેઘરાજાના આગમન ની શરુઆતથી જ ગિરનારનું કુરદરતી વાતાવરણ વધુ સુંદર બની ગયું છે તેમજ ચારોતરફ વાદળોથી ઘેરાયેલું ગિરનાર સ્વર્ગ જેવું લાગે છે. આ સુંદરતાના દર્શન કરાવવા યાત્રાળુઓ માટે ગિરનાર રોપ-વે ચાલુ જ છે
ખાસ તો ગિરનાર રોપ-વેમાંથી તમે ગિરનાર પર્વત પરથી વહેતા ઝરણાઓ અને કુદરતના અકલ્પનિય સૌંદર્યને સમીપે થી અનુભવી શકો છો.ખરેખર વરસાદની મોસમમાં ગીરનારની સફર માણવી ખુબ જ યાદગાર બની રહેશે.કારણ કેમેઘરાજાના આગમનથી ગિરનાર લીલુંછમ બની જાય છે અને ગીરનાર જાણે વાદળો સાથે વાતું કરી રહ્યો હોય એવો જ અહેસાસ થાય છે. આ અદ્દભુત સુંદરતાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેના માટે ગિરનાર આવવું જ પડે!
જૂનાગઢઃ વરસાદી મોસમમાં ગીરનાર પર્વત વાદળાઓમાં સંતાયો, વીડિયો વાયરલ pic.twitter.com/n8rXbvP099
— News18Gujarati (@News18Guj) July 12, 2021
હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં ગીરનારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાદળો થી ગિરનાર અદ્રશ્ય થઈ ગયો આ અદભુત સુંદરતા જાણે મનને મોહી લે છે ખરખર આ એક રમણિય દ્ર્શ્ય છે જેમાં એવો અહેસાસ થાય કે રોપવેની ડોલીમાં બેસવું જાને પુષપક વિમાનમાં બેસીને સ્વર્ગની સફર પહોંચવું.આ સમય સૌથી શ્રેષ્ઠ છે. અને લોકો કૃદરતી સૌંદર્યનો લ્હાવો મેળવી રહ્યા છે. ઉડન ખટોલાની સામેથી લેવાયેલા આ વીડિયોમાં ગીરનાર પર્વતના ફરતે લપેટાયેલા વાદળોનું અદભૂત દ્રશ્ય દેખાઈ રહ્યું છે જે લોકોને ખૂબ ગમી રહ્યું છે.