સુરતને મળશે 14 માળની નવી ભવ્ય કલેક્ટર કચેરી ! જુઓ ખાસ તસવીરો અને વિડીઓ

ગુજરાત ડબલ એન્જીન સરકાર પુરજોશમાં ચાલી રહી છે એજ ગતિમાં ગુજરાતમાં વિકાસ વેગવંતો બન્યો છે. આપણે જાણીએ છે કે હાલમાં મોદીજી ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે, ત્યારથી અનેલ શહેરોમાં વિકાસમાં કામોની ભેટ આપી છે. ખાસ કરીને ગુંજરાતમાં સુરતમાં હવે એક એવી ગગનચુંબી ઇમારત બનવા જઈ રહી છે. સુરતમાં શહેરમાં 14 માળના 2 ટાવરનીકલેકટર કચેરીનું ગ્રીન કોન્સ્પેટના આધારે એક વર્ષના ટૂંકા ગાળામાં ઉભી કરી દેવામાં આવશે.

રમા એકાદશીના શુભ અવસરે રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં નવી કલેક્ટર કચેરીના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસ’નો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સુરત જિલ્લામાં 271.66 કરોડના 339 વિકાસ કાર્યોની પ્રજાજનોને મહેસૂલ મંત્રીએ ભેટ આપી છે. પીપલોદ ખાતે એસવીએનઆઈટી કોલેજની નજીક નક્કી કરાયેલા પ્લોટ પર કલેક્ટર કચેરીની ઈમારતના બાંધકામ માટે ભૂમિપૂજન થયું છે અને આ ઈમારતની ડિઝાઈન અદ્દભૂત છે.

એરિયર વ્યૂ જોતા ઈમારતના ટોચ પર બે ડાયમંડ મુક્યા હોય તેવું લાગે છે. સૌથી ખાસ વાત એ કે, આ ઇમારત ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઈમારત બનશે જે ચોમાસા દરમિયાના આકાશમાંથી પડેલાં 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરી શકશે.આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે..


.એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની નજીકના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. આ ઈમારતમાં એક જ છત નીચે મહેસૂલની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે.આ પહેલી એવી કલેક્ટર ઓફિસ બનશે જ્યાં આધુનિક કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ રહેશે.

. તે ઉપરાંત કેન્ટીન, કાફે એરિયા પણ બનાવવામાં આવશે. આ જ કેમ્પસમાં બીજા 4 ટાવર બની શકે તેવી વ્યવસ્થા છે. તેથી ભવિષ્યમાં બીજા ચાર ટાવર ઉભા થાય તો દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે.હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આજ ઇમારતની ચર્ચાઓ થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં પણ આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.

ખાર્ત મુહૂર્ત પ્રસંગે મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રજાના 20 વર્ષના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકાર વિકાસયાત્રા અવિરત દોડાવી શક્યું છે. સુરત શહેર જિલ્લા મહેસૂલ વિભાગના 57.60 કરોડના કુલ 4 કામોના મહેસૂલ મંત્રીએ ખાતમુહૂર્ત કર્યા હતા. 126.13 કરોડના ખર્ચે નિર્માણ થયેલા અને થનારા 334 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂ કર્યા હતા.

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *