Entertainment

મા અને પત્ની સાથ સહકાર થી યુવાનનું જીવન બદલાઈ ગયું! એક સ્ત્રી ધારે તો અશક્ય ને શક્ય કરી શકે…

જીવનમાં એક સ્ત્રી ધારે તો અશક્ય ને પણ શક્ય કરી બતાવે છે અને દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. આજે અમે આપને એન એવી જ ઘટના જણાવીશું જે તમારા હદય ને સ્પર્શી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક છે. વાત જાણે એમ છે કે,ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતીકામ કરતા જેરાજભાઈ ડાકાનું 1992ની સાલમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું.મુત્યુ થતા જ પરિવાર ઉપર તો જાણે આભ ફાટી પડ્યું હતું. ખરેખર આ દુઃખ ખૂબ જ મોટું હતું.

ઘરના મોભીનું અવસાન થતાં જ 3 દીકરીઓ અને એક દીકરાના ઉછેરની જવાબદારી જેરાજભાઈના પત્ની અનશોયાબેન પર આવી પડી. આવી પરિસ્થિતિમાં તેમનેખેતી અને બાળકો બંનેને સંભાળી લીધા. મહિલા રાત્રે ઘરથી બહાર નીકળતા પણ ગભરાય અને અનશોયાબેન ભગવાનનું નામ લેતા લેતા અભય બનીને રાત્રે ખેતરમાં પાણી વાળતા હોય. ખરેખર આવી હિંમત ભાગ્યે જ કોઇ પાસે હોય.ચારે સંતાનોને ખૂબ ભણાવવા છે. શિક્ષણથી જ જીવનનો ઉદ્ધાર થાય એવું દ્રઢપણે માનતા અનશોયાબેન ઓછું ભણેલા પરંતુ સંતાનોને પોસ્ટગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરાવ્યો.

દીવસ રાત જાગીને ચારેય સંતાનો નો ઉછેર કરીને મા પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પતિનું મુત્યુ થયું ત્યારાએ દીકરા ઉંમર માત્ર 2 વર્ષની જ હતી દીકરા માટે એક જ સપનું હતુ. ધો.12 પૂરું કરીને માતાનું સપનું સાકાર કરવા એણે મિકેનિકલ એન્જીનીયરીંગ જોઈન કર્યું અને ખેતી કામ ની સાથે અભ્યાસ પૂર્ણ કર્યો.એન્જીનીયરીંગ પુરૂ થતા હિતેશને ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. અનશોયાબેને દીકરીઓને ભણાવી-ગણાવી સાસરે વળાવી અને હિતેશને પરણાવીને વહુ પણ ઘરે લાવ્યા.

હિતેશે લગ્ન પછી સરકારી નોકરી મેળવવા માટે જીપીએસસીની તૈયારી ચાલુ કરી. ધાર્યું પરિણામ ન મળે અને નિરાશા ઘેરી વળે ત્યારે પત્ની ભૂમિ હિતેશને હિંમત આપે. ગુજરાત સરકારના નર્મદા અને જળસંપતિ વિભાગમાં ક્લાસ-1 અધિકારીની ભરતી આવી. હિતેશે નક્કી કર્યું કે મારે આ જગ્યા માટે પરીક્ષા આપવી છે. લોકો એ કહ્યું એ અશક્ય છે, લાંચ આપવી પડે પરતું હિતેશને જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબની પારદર્શક પસંદગી પ્રક્રિયા પર વિશ્વાસ હતો. આત્મવિશ્વાસ સાથે હિતેશ તૈયારીમાં લાગી ગયો. તેની સાથે માના આશીર્વાદ અને પત્નીનો સાથ હતો.આખરે આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો. આખરે મા અને પત્નીના સાથ સહકાર થી જીવમમાં સફળતા મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!