સાઇકલ થી 20 મિનિટમાં જ 9 કી. મી સુધી પૉહચ્યો યુવાન ઓર્ડર દેવા!ભાવુક થઈને વ્યક્તિ એ બાઇક અપાવી…
આજના સમયમાં એવા ઘણા લોકો હોય છે, જે પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન હોય છે. આવા જ લોકો જીવનમાં આગળ જતાં ખૂબ જ સફળ બને છે. આજે અમે આપને એક એવા યુવક વિશે વાત કરીશું જેના કાર્ય ને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારથી સ્વીગી અને ઝોમેટો ચાલુ થયું છે, ત્યારથી અનેક લોકોને ફાયદો થાય છે. તેમજ આ કંપની થકી અનેક લોકોને રોજગારી ની તકો મળી છે.
આ ડીલીવરી બોય તરીકે કામ કરનારમાં એવા ઘણા લોકો છે જેઓ પાસે પોતાની બાઇક નથી તો તેઓ સાયકલ દ્વારા પણ ફૂડ ડિલિવરી કરીને પોતાનું ભરણપોષણ તો કરે છે પરંતુ સમયસર અને વહેલી તકે લોકો ને ભોજન પણ પોહચાડે છે. આજે અમે આપને વાત કરીશું હૈદરાબાદનાં એક ડિલિવરી બોયની જેણે 9 કી.મી ફૂડ ડીલીવરી કરી એ પણ માત્ર 20 મિનિટમાં અને આજ કારણે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે અને તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે તેનાં આ સરહાનીય કાર્ય બદલ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ ઘટના 14 જુનની અને કિંગ કોટી વિસ્તારમાં રહેતા ઝોમેટો બોય 20 મિનિટમાં રાત્રે 10.30 વાગ્યે એક ફૂડ ડિલિવરી કરી અને પણ માત્ર 20 મિનિટમાં એ પણ સાયકલ દ્વારા. વિચાર કરો કે, આ યુવાન પોતાના કાર્ય પ્રત્યે કેટલો નિષ્ઠાવાન હશે કે, તેને આટલી ઝડપી ફૂડ ડિલિવરી કરી અને એ રાતના સમયે. જ્યારે તેના વિસ્તાર થી ઘણું દૂર હતું
અકિલ નામના આ ડિલિવરી બોયના કામથી કસ્ટમર ખૂબ જ ખુશ થયા અને તેને તેણી સાથે ફોટો પડાવી ને આ તમામ વાત ફેસબુક દ્વારા શેર કરી અને ત્યારબાદ આ પોસ્ટ જોયા પછી દરેક લોકોએ યુવાનના કાર્ય ન ખૂબ જ વખાણ કર્યા હતા.ઘણા લોકોએ સલાહ આપી કે તેના માટે કંઈક કાર્ય કરવું જોઈએ અને ત્યારબાદ મુકેશ તેના મિત્રો સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું.
15 જૂન શરૂ કરેલ આ અભિયાન થી માત્ર 10 કલાકમાં 73 હજાર જેટલી રકમ ભેગી થઈ ગઇ અને આ રકમમાંથી તેને એક બાઇક લઈ આપી. તેમજ બાકીની રકમ માંથી તેની કોલેજ ફીમાં આપી દીધા. તમને જણાવીએ કે,આ યુવાન ની ઉંમર માત્ર 21 વર્ષ છે અને તે એન્જીનયરિંગ સ્ટુડન્ટ છે.ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘરના મદદરૂપ થઇ શકે તે માટે અભ્યાસની સાથે તે ડિલિવરી બોય તરીકે પણ કામ કરી રહ્યો છે.ખરેખર આ યુવાનની કામગીરી દરેકનાં હ્રદયને સ્પર્શી ગઈ છે.