ઝુંપડીમાં રહેતા વાલ્મિકી વૃદ્ધને લાખો રૂપિયાનાં ઘરેણાં મળ્યાં અને પછી કર્યું એવું કે..
દરેક વ્યક્તિને ધનવાન બનાવાનું સપનું હોય છે અને જીવનમાં ભગવાન દરેકને સુખ આપવા જ બેઠો છે,ત્યારે અથાગ મહેનત અને વિશ્વાસ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે આપણી મનોકામાઓપૂર્ણ થાય છે.આજે આપણે એક એવા દંપતીની વાત કરવાની છે જેમને લાખો રૂપિયા રસ્તા પરથી ઘરેણાં મળ્યા હતા અને પછી તો શું તેમને એ ઘરેણાનું એવું કર્યું કે તમેં પણ ચોંકી જશો.ચાલો આપણે જાણીએ કે આખરે આ ઘટના શું છે.
જો તમને કંઈ રસ્તે થી મળી જાય અને તેમાં પણ કોઈ કિંમતી વસ્તુ મળી જાય તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હશે કે જે તેના મૂળ માલિક સુધી પહોંચાડશે નહીં તો બાકી પોતાનું સમજીને રાખી લેશે. એકવાત તો નક્કી જ છે કે પારકું ધન સદાય પારકું જ રહે છે. ક્યારેક જો સામાન્ય વ્યક્તિને આવું મળી જાય તો એનું તો ભાગ્ય જ ખુલી જાય તેમ સમજવું છતાં પણ ઘણાં લોકો એવા હોય છે કે જે માનવતા થકી પોતાનો સ્વાર્થ જોયા પહેલા માનવતા દાખવે છે.
આ વાત છે લાખણી તાલુકાના લવાણા ગામના રૂડાજી દેવાજી રાજપૂત લગ્ન પ્રસંગે દિયોદર તાલુકાના ગોલવી ગામે ગયા હતા. લગ્નન પ્રસંગ પતાવી સોનાના દાગીના એક થેલીમાં બાઇક પર લટકાવીને લવાણા ગામે પરત ફરતી વખતે બાઈકને લટકાવેલી થેલી મકડાલા ગામ પાસે રોડ ઉપર પડી ગઈ હતી જેનું ધ્યાન એમને રહ્યું નહિ અને ઘરે આવીને જાવે તો થેલી નહિ એટલે ચિંતામાં પડી ગયા અને પરિવારને જાણ કરતાં તેમને બધાએ શોધખોળ હાથ ધરી હતી.
બાદમાં થેલી મકડાલા ગામના અત્યંત ગરીબી રેખા નીચે જીવતા અને છાપરામાં રહેતા વાલ્મિકી હેમાભાઈ કાળાભાઈને મળેલ તેઓએ અન્ય લોકોને જાણ કરી કે સોનાના દાગીના ભરેલ થેલી તેમને મળી છે. દરમિયાન આ વાલ્મિકી પરિવારે કોઈ પણ પ્રકારની લોભ કે લાલચમાં આવ્યા વગર જે ઘરેણાં ભરેલ થેલી મૂળ માલિકને પરત કરી હતી. સોનાના દાગીનાની થેલી પરત મળતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ખરેખર તે વ્યક્તિ આ પરિવારનો આભાર માન્યો હતો અને એ ઇચ્છતા હોત આ ઘરેણાં રાખી શકત અને પોતાનું ભાગ્ય બદલી શકતા હતા પરંતુ તેમણે આવું ન કર્યું.