મોરબી હોનારતમાં કમળા બહેન જીવ ગુમાવતાં ત્રણ બાળકો નિરાધર બન્યા ! એક વરસ પહેલા પિતા ગુમાવ્યા હવે કોના સહારે જિદગી કાઢશે આ બાળકો..
મચ્છુ તારા વહેતા પાણીએ અનેક લોકોની આંખોમાંથી આંસુ વહાવ્યા છે. આપણે જાણીએ છે કે, મોરબી હોનારતે અનેક લોકોના જીવ લીધા છે અને આ ઘટનામાં મુત્યુ પામનાર અનેક પરિવારોની કરુણદાયક વાતો સામે આવી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, કાંકરેજના તેરવાડા ગામના બાળકો નિરાધાર થયા છે. આ કારણે ગામમાં શોક છવાયો ગયો છે. આ દુઃખદાયી ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
કાંકરેજ તાલુકાના તેરવાડા ગામનો બારોટ પરિવાર વર્ષોથી મજૂરી કરવા માટે ગાંધીધામ વસવાટ કરી રહે છે. નવા વર્ષનું વેકેશન હોઈ રવિવારે ગાંધીધામથી મોરબી ખાતે ફરવા ગયા હતા અને કાળ ભરખી ગયો.મોરબી હોનારતમાં કમળાબેન મુકેશભાઈ બારોટનું મોત થયું છે જેથી માસુમ ત્રણ બાળકો ઉપર નિરાધાર બન્યા છે.
એક વરસ અગાઉ પિતાની છાત્રછાયા ગુમાવ્યા બાદ માતાના છત્રછાયામાં ઉછેરતા બાળકોની માનું મોત થયું છે. આ કારણે બાળકો હવે કોના સહારે જિંદગી કાઢવી તે તો હવે ભગવાન જ જાણે! ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયી છે. આપણે જાણીએ છે કે, મોરબી હોનારતે અનેક પરિવારનો માળો વીર વેખર કરી નાખ્યો છે. હાલમાં જ આ ઘટનાનું નિરક્ષણ કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી રૂબરૂ મોરબી આવેલા.
આ ઘટનાના આરોપીને યોગ્ય સજા થાય તો જ મૃતકોની આત્માને શાંતિ મળે. આપણે જાણીએ છે કે, પુલનું રીનોવેશન ઓરેવા ગ્રુપ કર્યું છે અને આ પુલનું સંચાલન પણ ઓરેવા જ ગ્રુપ કરતું હતું પણ હાલમાં પણ જયસુખ પટેલ દ્વારા આ ઘટનાને લઇને કોઈ વાત કરવામાં નથી આવી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ હોનારતને લઇને સરકાર દ્વારા શું યોગ્ય ન્યાય આપવામાં આવશે?