Gujarat

અમદાવાદના અકસ્માતમાં જીવ ગુમાવનાર કોન્સ્ટેબલના અંતિમ વિદાયમાં ગામ ચોધારે આંસુએ રડયું! અંતિમ વિધિના કરુણ દ્રશ્યો તમારું કાળજું કંપાવી દેશે….

અમદાવાદ શહેરમાં બનેલ અકસ્માતના પગલે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આ મૃતકોની યાદીમાં મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા
જશવંતસિંહ ચૌહાણનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું.
ખરેખર આ દુઃખદ ઘટનાના પગેલે અનેક પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું.

ઇસ્કોન બ્રિજ પર થયેલ આ ભયંકર અકસ્માત કાળ બનીને નિર્દોષ લોકોને આંબી ગયો.આ બનાવના પગેલે જશવંતસિંહની અંતિમ વિદાય વખતે ગામ ચોધારે આંસુઓ રડી પડ્યું હતું અને પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

જસવંતસિંહ ચૌહાણના અકાળે મુત્યુથી પરિવારમાં તેઓ પત્ની, પુત્ર અને પુત્રી નિરાધાર બની ગયા. જશવંતસિંહના દીકરાને તો આ બનાવ અંગે ત્યારે જાણ થઈ જ્યારે તેને પોતાના પપ્પના મિત્રનું સ્ટેટસ જોયું અને ખબર પડી કે પપ્પા હવે રહ્યા નથી.

આ બનાવના પગલે તેમની દીકરીએ દુઃખની લાગણી સાથે કહ્યું કે મારા પપ્પાનો રાતે ફોન આવ્યો હતો અને મારા ખબર અંતર પુછ્યા હતા. તે જમ્યું કે નહિં. અને સવારે આ રીતે તેમના મોતના સમાચાર આવ્યા. ખરેખર આ એક અકસ્માતે 9 લોકોનો ભોગ લઈ લીધો. તથ્ય પટેલની એક ભૂલના લીધે અનેક લોકોએ જીવ ગુમાવી લીધો અને આ કરુણદાયક દ્રશ્યો જોઈને સૌ કોઈની આંખોમાં આંસુઓ આવી ગયા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!