આ IPS અધીકારી વેશ બદલી અલગ અલગ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી ગયા પછી જે થયું જાણી ને હોશ ઉડી જશે…

આજે આપણે એક એવા આઈ.પી.એસ અધિકારી વિશે જાણીશું જેણે એવી સરહાનીય કામગીરી કરી કે તમે જાણશો તો આ અધિકારીને વખાણ કરતા નહિ થાકો. આપણે જાણીએ છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ તો યોગ્ય રીતે વર્તન કરવામાં નથી આવતું.દરેક પોલિશ સ્ટેશનનો વર્તન સમજવા માટે પિંપરી ચિંચવડ શહેરના પોલીસ કમિશ્નર કૃષ્ણ પ્રકાશ તથા એસપી પ્રેરણા કટ્ટેએ ફિલ્મી અંદાજમાં લુક ચેન્જ કરીને ફરિયાદી બનીને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે, બંને અધિકારીઓએ પોલીસ સ્ટેશને જઈને કહ્યું કે, કોરોના પેશન્ટને લઈને હોસ્પિટલ જવાનું હતું, પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઈવર વધારે પૈસા માગે છે. ડ્યૂટી પર હાજર પોલીસે તરત જ એમ કહ્યું કે આ કામ પોલીસનું નથી. તમે ઈચ્છો છો તો નગરનિગમમાં જઈને ફરિયાદ કરી શકો છો. હાલમાં પોલીસ કોઈ મદદ કરી શકે તેમ નથી. આવો જવાબ મળતા પોલીસ ઓફિસરને પોતાની યોગ્ય ઓળખાણ આપીને કડક પગલા લીધા.

હિંજેવાડી પોલીસ સ્ટેશન પોલીસ કમિશ્નરે પોતાનું નામ કામલ ખાન તથા પ્રેરણા કટ્ટેને પોતાની પત્ની આબેદા બેગમ બનાવ્યા.
પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે તેમની સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. આ સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસે તરત જ ફરિયાદ લખવાની શરૂઆત કરી હતી. પછી પોલીસ કમિશ્નરે પોતાની ઓળખ આપી હતી અને પોલીસે તેમના વખાણ કર્યા અને તેમની કામગીરીને બિરદાવી હતી.

 

વાખડ પોલીસ સ્ટેશન જઈને એવું કહ્યું કે, તેમની મીટની દુકાન છે. મોડી રાત્રે કેટલાંક લોકો આતશબાજી કરે છે, જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે તેમને ના પાડવા ગયા તો તે લોક તેમની પત્નીની છેડતી કરી હતી અને તેને માર માર્યો હતો. પોલીસે આ વાત સાંભળીને ફોન પર તરત જ તે વિસ્તારના બીજા સાથીને ફોન કરીને તરત એક્શન લેવાની વાત કરી હતી. ખરેખરા એક ખૂબ જ સરહાનીય પગલું કહેવાય કારણ કે તેના પરથી જાણ થાય કે, સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *