મોરબીને વ્હારે આવ્યું રાજવી પરિવાર! રાજમાતાએ મૃતકના પરિવારજનો માટે આટલી રકમની સહાય જાહેર કરી…..

મોરબી હોનારતનાં લીધે વિશ્વભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના અને દેશના તમામ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે. આપણે જાણીએ છે કે, આ દુઃખદ ઘટનાને લઈને મોદીજી દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ બે લાખ તેમજ ઉજાગ્રસ્ત લોકોને પચાસ હજારની સહાય જાહેર કરેલ હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને ચાર લાખ અને ઇજાગ્રસ્તને પચાસ હજારની જાહેરાત કરી છે.

આપણે જાણીએ છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી.પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી હતી પરંતુ કંપની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી.

કંપની હજુ સુધી કોઈ સહાય જાહેર નથી કરી પરંતુ મોરબીના રાજવી પરિવાર દ્વારા મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય કરશે. મોરબી રાજવી પરિવાર દ્વારા જણાવાયું હતું કે મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે.

આ ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબાસાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે. તેમજ આ ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવેલ છે. અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રૂા. ૧,૦૦,૦૦૦/– (અંકે રૂપિયા એક લાખ પુરાં) ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *