Entertainment

IPS અધિકારી પગાર એક રૂપિયો વાપર્યા વગર કરોડોની સંપત્તિ ભેગી કરી! આઈ.ટી વિભાગ પણ ચોંકી ગયું.

દરેક વ્યક્તિ આજનમાં સમય ધનવાન બનવા દિવસ રાત મહેનત કરતો રહે છે. એમાં આજના સમય સરકારી નોકરી ધરાવનાર વ્યક્તિઓ પણ દિવસ રાત કરીને અનેક બચત કરીને પોતાના સપનાઓ પૂર્ણ કરતા હોય છે. આ જગતમાં ધનવાનો ઘણા છે પરંતુ જેમાં અનેક એવા વ્યક્તિઓ છે કે, ધનવાન તો બની ગયા પરતું અનેક માર્ગ અપનાવેલ છે. આજે એક એવા અધિકારીની વાત જરીશું જેને પોતાની નોકરીના એક રૂપિયો વાપર્યા વગર જ કરોડોની સંપત્તિ ભેગી કરી.

આજે આપણે એક એવા આઈ.પી.એસ અધિકારી વિશે વાત કરવાના છે જેમને પાસે થી 2 કરોડ 55 લાખ 49 હજાર રૂપિયાનું કાળું નાણું સામે આવ્યું છે. ખરેખર આ વાત એટલે ચોંકાવનારી છે કે, તેમને પોતાની કમાણીના એક રૂપિયા પણ નથી વાપર્યા.આર્થિક અપરાધ એકમ (EOU) ના અધિકારીઓએ પટણામાં તેમના નિવાસસ્થાન પર રેતી ખાણ નાં કેસમાં નામ ધરાવતા સસ્પેન્ડેડ એસપી રાકેશ દુબેના ઘરે દરોડા પાડ્યા હતા. 

બિહારના અધિકારની વાત બહાર આવતા ભોજપુરથી સસ્પેન્ડ કરાયેલા એસપી રાકેશ દુબેના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં સ્થાવર મિલકત, મની લોન્ડરિંગ સહિતના ઘણા મોટા ખુલાસા થયા છે, જેમાં તેની મહેનતની કમાણી ખુલ્લી પડી છે.આ સિવાય દુબેએ તેની પત્ની મિત્ર બહેન અને અન્ય બિઝનેસ સહયોગીઓ મારફતે કાળા ધનને સફેદમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો છે,

તેણે બિલ્ડરો સાથે સાંઠગાંઠ દ્વારા નાણાંની હેરફેર પણ કરી છે. જુદા જુદા રાજ્યોમાં અડધો ડઝનથી વધુ બાંધકામ કંપનીઓમાં ગેરકાયદે રોકાણ કરવામાં આવ્યું છે. આ સિવાય હોટલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ અને પ્લોટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, દુબેએ માત્ર વ્યાજ પર કરોડો રૂપિયા આપ્યા છે, જેના કારણે તે મોટી કમાણી કરે છે. આ આંકડો હજુ બહાર આવી પણ નથી.જો આ સંપત્તિઓ અને વ્યાજની રકમ પણ પકડાઈ જાય તો ભ્રષ્ટાચારની માત્રા આનાથી બમણી વધી શકે છે.

તપાસમાં જાણવા મળ્યું કે રાકેશ દુબેએ સરકારી ખાતામાં આવતા પગારનો ઉપયોગ અમુક અંશે કર્યો છે. આ સિવાય તેમણે ઘણા શેરો અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે. અધિકારીઓને ખ્યાતી કન્સ્ટ્રક્શન નામની કંપનીને 25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના પુરાવા મળ્યા છે. આ સિવાય તેમના અને તેમના પત્નીના નામે કેનેરા, રોબેકો, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એલ એન્ડ ટી, નિપ્પોન ઈન્ડિયા અને ફ્રેન્કલિન ટેમેલસન જેવી કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 12 લાખ રૂપિયા રોકવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારી રાકેશ દુબે પાસે કાળા નાણાની લાંબી યાદી છે, તેમણે ઘણા રાજ્યોમાં રોકાણ કર્યું છે. ઉત્તરપ્રદેશની કેટલીક અનેક ગણી મિલકત છે. ત્યારે ખરેખર આ વાત ખૂબ જ ચોંકાવનારી છે. આજે તમામ લોકો પણ આ અધિકારીના ભષ્ટ્રાચાર થી સામે આવતા અરેરાટી વ્યાપી છે. ખરેખર હાલમાં જ તેમને આ પૈસા ગેરકાયદેસર રેતી ખાણમાં થી ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!