Entertainment

સુરતમાં ખેતલા આપા ટી-સ્ટોલના માલિકનું ઊંઘમાં જ ગળું કાપી ઘાતકી હત્યા કરી દેવામા આવી , હત્યા નુ કારણ માત્ર….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વખત ઘાતક બનાવ
બંને છે. જેમાં અનેક લોકો નો જીવ પણ જાય છે. ત્યારે હાલમાં ગુન્હાખોરી એટલી વધી ગઈ છે કે, જાહેરમાં હત્યા કરતા અચકાતા નથી. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની છે જેમાં કોઈ પણ બાબત ન હતી હોવા છતાં એક યુવકે બીજા યુવકની હત્યા કરી નાખી. આ બનાવ ગઈકાલ નો જ છે. જેમાં બન્યું એવું કે, શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલની સામે ખેતલા આપા ટી દુકાનના માલિકની ઊંઘમાં ગળું કાપી નાખ્યું.

આ ઘટના ખૂબ જ દુઃખ છે. મૃતકના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે, ત્યારે ખરેખર આ બનાવ પાછળ માત્ર પૈસા હતા અને પૈસાને ખાતર એક વ્યક્તિ જીવ લઈ લીધો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૃતકે હત્યારા પાસેથી 80 હજાર લેવાના હતા આ જ કારણે આ હત્યા કરી હતી. ઉમરા પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે છેલ્લા દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિતસિંઘની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો છે. સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સૂઈ ગયો હતો. રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો, પરંતુ રોહિતે કોલ રિસીવ ન કરતા મિત્રોને ફોન કર્યો હતો. જેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાથી નીચે પડ્યો હતો.

ચિરાગે શટર ખોલતાં વિરાજ અને સ્વાતિ બહાર આવ્યાં હતાં અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રિક્ષાચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વચન આપેલ.

હત્યારાએ ચાકુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યારા અજય ઘડાઈને પકડી પાડ્યો છે. ગુરુવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતિ દુકાનમાં પિક્ચર જોતા હતા એ વખતે સિગારેટ લેવા આવેલી વ્યક્તિએ રોહિતસિંઘને પૂછ્યું હતું કે તુમ કિતને લોગ યહાં પે સોતે હો. જેથી રોહિતસિંઘે કહ્યું કે 5-7 જણા સોતે હૈ. આજ મૈં અકેલા સોને વાલા હું, આ તકનો લાભ ઉઠાવીને હત્યા કરી નાખી. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ છે. મૃતક ની આત્માને શાંતિ મળે એજ ભગવાનને પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!