જુનાગઢ : કોલેજિયન વિદ્યાર્થિનીની મોત અંગે થયો ચોંકાવનારો ખુલાસો ! પ્રેંમીની અન્ય યુવતી સાથે…
જુનાગઢ મા એક ખુબ જ ચકચાર અને દુઃખદ ઘટના સામે આવી હતી જેમા જૂનાગઢની નોબલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કે તારીખ 2 ના રોજ ગુમ થઇ હતી જ્યાર બાદ પોલીસ તપાસ અને શોધખોળ બાદ યુવતીની લાશ હસ્નાપુર ડેમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો અને હત્યા છે કે આત્મહત્યા તે મામલે સઘન પોલીસ તપાસ કરવા મા આવી હતી જ્યારે આ મામલે હવે પોલીસ તપાસા ચોંકાવનારો ખુલાસો થયો હતો.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો જૂનાગઢમાં હોસ્ટેલમાં રહેતી અને નોબલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અચાનક જ ગુમ થઇ જતા યુવતી ના પરિવારે પોલીસને જાણ કરી હતી જ્યારે આ મામલે પોલિસે યુવતીના ફોન નંબર પર ફોન કરતા હસ્નાપુર ડેમ પરના ચોકીદારે ફોન રિસિવ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ફોન અને ચપ્પલ ડેમ પર પડ્યા છે.
જ્યારે આ સમગ્ર ઘટના મામલે ચોકીદારે પોલીસ અને ફાયરબ્રિગેડ ને પણ સંપર્ક કર્યો હતો જ્યારે ત્રણ દીવસ ની તપાસ અને શોધખોળ બાદ તારીખ 5 ના રોજ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની ?? હત્યા છે કે આત્મહત્યા?? તેવા અનેક સવાલો ઉભા થયા હતા જ્યારે મૃતક નુ પી.એમ રીપોર્ટ અને ફોરેન્સિક રીપોર્ટ મા એવુ સામે આવ્યુ હતુ કે યુવતી નુ મૃત્યુ પાણી મા ડુબી જવાથી થયું છે. જ્યારે વધુ મા જાણવા મળેલ કે મૃતક વિદ્યાર્થિનીને તેની કોલેજમાં જ અભ્યાસ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો.
જ્યારે યુવકની અન્ય જગ્યા એ સગાઈ થઈ જતા મૃતક સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી પોલીસનું માનીએ તો, મૃતક ગુમ થઈ તેના એક દિવસ પહેલા તેના હાથ પર છરી વડે ચેકા માર્યા હતા. જ્યારે પોલીસ ની પ્રાથમિક તપાસ મા એવું સામે આવ્યુ છે કે તેની સાથે અભ્યાસ કરતી તેની બહેનપણી સાથે કોલેજથી નીકળી હસ્નાપુર ડેમ પહોંચી ગઈ હતી.આ સમયે પોતાની મિત્રની નજર ચૂકવી વિદ્યાર્થિનીએ ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતુ.