Gujarat

કુખ્યાત નાગદાન ગઢવીને આવ્યો હાર્ટ એટેક આવતા જ ક્રાઈમ બ્રાન્ચમાં દોડધામ મચી ગઈ, નાગદાનની હાલત હવે…

ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલએ કડક પગલાંઓ લીધા હતા. આપણે જાણીએ છે કે, આ દરમિયાન અનેક કુખ્યાત બુટલેગરોને પકડવામાં આવ્યા હતા.અનેક ગુનામાં સંડોવાયેલા નાગદાન ગઢવીની હરિયાણાના ગૂડગાંવથી ધરપકડ કરી હતી. ઘણા સમયથી પોલીસને ચકમો આપી રહેલા નાગદાનને પકડવા માટે તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે વેશપલટો પણ કરવો પડ્યો હતો.

હાલમાં નાગદાન ગઢવી અંગે ચોંકાવનારી ખબર આવી છે, જેના લીધે તંત્રપણ દોડતું થઈ ગયું. નાગદાનનો ચાર દિવસ પહેલાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દારૂના છ જેટલા ગુનામાં કબજો લીધા બાદ ગતરાત્રે તેને હાર્ટએટેક આવ્યો છે.મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે થોરાળા વિસ્તારમાંથી દારૂ સહિત સાડા ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે નીતિન સહિતના બે બૂટલેગરોની ધરપકડ કરી હતી અને નાગદાન ગઢવી દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો.

નાગદાનનું નામ ક્રાઈમ બ્રાન્ચે ચોપડે નોંધાયું હતું પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ફરાર હોય હાથમાં આવી રહ્યો નહોતો. રાજકોટમાં દારૂ ઘૂસાડવાના છ જેટલા ગુના નોંધાયા હોવાથી તેની સઘન પૂછપરછ ચાલી રહી હતી. ગતરાત્રે તેની તબિયત અચાનક બગડ્યા બાદ હાર્ટએટેક આવી જતાં તેને સિવિલ હોસ્પિટલે આઈસીયુમાં પણ ખસેડાયો હતો જ્યાં આજે સવારે તેની તબિયતમાં સુધારો આવ્યો છે.

નાગદાનની હરિયાણાથી સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી ધરપકડ બાદ તેણે જે રીતે આખા રાજ્યમાં દારૂનું નેટવર્ક ઉભું કર્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નાગદાનના રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને જેલહવાલે કર્યો હતો. નાગદાન સામે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં પણ દારૂની સપ્લાયના ગુના નોંધાયેલા હોવાથી વારાફરથી પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!