Entertainment

વિશ્વનો ખતરનાક વાઇરસ, એક જ વર્ષમાં થયા હતા 5 કરોડ લોકોના મોત

આપના જીવનમાં વર્ષ 2020 ખૂબ જ ભયાંનક રીતે યાદગાર રહેશે. ઇતિહાસમાં આ મહામારીની નોંધ લેવાશે. આ સમયગાળામાં આપણે ઘણું બધું શીખ્યું પણ છે અને એ પણ જાણવા મળ્યું છે કે, જગતમાં માનવતા ની કેટલી કિંમત છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષો પહેલા એક એવી મહામારી આવેલી હતી જેના લીધે 5 કરોડ થી વધારે લોકો મુત્યુ પામ્યા હતા.

વર્ષ 1918માં દુનિયામાં એક વાયરસ તબાહી મચાવી હતી. નેશનલ આર્કાઇવમાં સંગ્રહ કરાયેલા દસ્તાવેજોમાં નોંધાયેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનિશ ફ્લૂ નામની મહામારીએ દુનિયાના ત્રીજા ભાગના લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા હતા. ખરેખર ત્યારે સમય એવો હતો કે, એક તરફ પર પ્રથમ વિશ્વ યુદ્ધનો ખતરો હતો તો બીજી બાજુ સ્પેનિસ ફ્લૂ મહામારીએ તબાહી મચાવી હતી.

અં 100 વર્ષ પહેલા અમેરિકામાં સામે આવ્યા બાદ યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગમાં ફેલાયો હતો. પ્રથમ ફેઝની અસર ત્રણ દિવસ તાવ સાથે શરૂ થયો, તેમાં કોઇ ખાસ લક્ષણ દેખાયું ન હતું. પીડિત આ બીમારીથી બચ્યા બાદ ફરી આ ફ્લૂ હુમલો કરે છે. આ વાઇરસનો ભોગ બનાવો વ્યક્તિ થોડી જ કલાકોમાં મૃત્યુ થઈ જતું હતું.

હાલમાં જેવી રીતે આપણે સૌ કોઈ કોરોના વાઇરસ ની સામે જંગ લડ્યા એવી જ રીતે એ સમયે અમેરિકા આ મહામારી ની સામે લડત લડી હતી અને એ સમયગાળમાં અનેક લોકોર મુત્યુ ને ભેટ્યા હતા.આ મહામારીમાં સૌથી વધુ નુકશાન અમેરિકામાં થયું હતું. ફ્લૂને કારણે અમેરિકામાં 675,000 લોકોનાં મોત થયા હતા. વિજ્ઞાનિક, ડોક્ટર્સ અને હેલ્થ ઓફિસર માટે આ બીમારીની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી જેથી તેના પર કંટ્રોલ કરવો પણ મુશ્કેલ હતો.

આ વાઇરસ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વાસ નળી પર હુમલો કરતો હતો, હાલ આ વાઇરસને H1N1ના નામથી ઓળખવામાં આવે છે. વાઇરસ ખૂબ જ સંક્રામક છે. જેવી રીતે આજે કોરોના એ ગંભીર રીતે માણસો ને અસર કરી હતી અને એમ પણ બીજી વેવમાં તો તેણે ખૂબ જ આંકત મચાવ્યો હતો અને એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કે લોકો ને ન તો હોસ્પિટલમાં જગ્યા મળતી હતી કે ના તો સ્મશાનમાં આ જ તો વિધિ નાં લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!