સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી, સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે સર્જાશે…
અષાઢ મહિના પ્રારંભ થી જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે, ત્યારે ગુજરાતભરમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે હાલમાં જ ગુજરાતમાં 3 દિવસ સુધી ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે ગુજરાતમાં ભારે આગાહી હોવાથી ક્યાં સૌથી વધારે વરસાદ પડશે.
હવામાન ની આગાહી મુજબ જણાવવામાં આવ્યું છે કે હાલમાં 3 દિવસમાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠે ભારે વરસાદ આવશે તેમજ સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે 3 દિવસ ભારે વરસાદ આવશે.
હવામાન વિભાગનાં કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે ખેડૂતોમાં ખુશીઓનો માહોલ પણ છે અને ખાસ અતિવૃષ્ટિ નાં લીધે આફત પણ આવી શકે છે પરંતુ હાલમાં તો સૌ માછીમારો ને દરિયો નાં ખેડવાનાં સૂચનો અને સિંગનલ આપ્યા છે.
આજના દિવસે ગુજરાતના 147 તાલુકામાં 24 કલાકમાં ભારે વરસાદ આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સાંજ અને રાતના સમયે મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે.જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો છે