એક પુત્ર એ સ્વ.પિતાને અનોખી રીતે શ્રધાંજલી આપી! જે કોઈ ભાગ્યે જ કરી શકે.

ઘણી વખત આપણે આપણા સ્વજનો ને ગુમાવતા હોઈએ છીએ અને પછી આપણને તેવોની ઘણી યાદ સતાવતી હોય છે તેમના સાથે વિતાવેલા દિવસો આપણે ભુલી શકતા નથી હોતા ત્યારે આપણે તેને યાદ કરી ને અનોખી રીતે શ્રંધાજલી આપતા હોઈએ છીયે ત્યારે એક કિસ્સા મા એક યુવકે તેના પિતાને અનોખી રીતે શ્રધાજલી પાઠવી છે. તો ચાલો જોઈએ ખરેખર શુ બાબત બની છે.

આ ઘટના મહારાષ્ટ્ર રાજય ના સાંગલી ની છે જયાં એક પુત્ર એ તેના પિતા ને સન્માન આપવા માટે ઇન્સપેકટર પિતા નુ એક સીલીકોન નુ સ્ટેચ્યુ બનાવડાવ્યુ હતુ. જે એકદમ આબેહુબ હતુ સોફા પર બેસેલુ આ સ્ટેચ્યુ જોઈ કોઈ કહી ના શકે કે આ સ્ટેચ્યુ છે કે કોઈ રીયલ વ્યકિત છે. સ્ટેચ્યુ મા બનાવેલા વાળ , ફેસ એકદમ આબેહુબ છે અને જોવા વાળા પણ ચકીત થઈ જાય.

આ સ્ટેચ્યુ બનાવડાવા વાળા અરુણ કોરે એ જણાવ્યું હતુ કે આ મહારાષ્ટ્ર નુ પેલું સીલીકોન નુ સ્ટેચ્યુ છે અને તેવો એ તેમના પિતા શ્રી સ્વ રાવસાહેબ શામરાવ ની યાદ મા બનાવવા મા આવ્યુ છે. તેવો રાજ્ય સરકાર ના આબકારી વિભાગ મા નિરીક્ષક હતા. તેવો નુ મૃત્યુ ગયાં વર્ષ એ કરોના કાળ મા થયુ હતુ અને રાવસાહેબ એક લોક પ્રિય ચહેરો હોવાથી લોકો આ સ્ટેચ્યુ જોવા દુર દુર થી આવે છે.

2020 મા જ્યારે રાવસાહેબ નુ મૃત્યુ થયુ હતુ ત્યારે તેમના પરીવાર મા ઘણો આઘાત મા હતો. અને તેમને લોકો ખુબ યાદ કરતા હતા આ દરમ્યાન મા રાવસાહેબ ના પુત્ર ને પાંચ મહિના પહેલા વિચાર આવ્યો કે તેમના પિતા નુ એક સ્ટેચ્યુ બનાવવા મા આવે ત્યારે તેવો એ બેંગલોર ના મુર્તિ કાર એ આ સ્ટેચ્યુ બનાવવા નો ઓર્ડર આપ્યો અને પાંચ મહિના ની સખત મેહનત બાદ તેવો આ સ્ટેચ્યુ તૈયાર કર્યુ હતુ.

આ સ્ટેચ્યુ 30 વર્ષ સુધી સારી રહે છે અને સ્ટેચ્યુ ના કપડા પણ બદલી શકાય છે અરુણ નુ કહેવુ છે કે આ સ્ટેચ્યુ જયાર થી ઘરે રાખવામા આવ્યુ છે ત્યાર થી તેમના પિતા ની કમી મહેસુસ નથી થતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *