પોલીસ બેડા મા સન્નાટો ! સુરેન્દ્રનગર ખાતાકીય તપાસ માટે આવતા બે પોલીસકર્મીના અકસ્માતમાં મોત

ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના અકસ્માત થાય છે, ત્યારે હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે,સુરેન્દ્રનગર ખાતાકીય તપાસ માટે આવવા નીકળેલા 2 પોલીસકર્મીના અકસ્માતમાં મોત થયું. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ બનાવ કઈ રીતે બન્યો. ખરેખર આ બનાવ એટલો ભંયકર કર હતો કે બંને પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રનગર પોલીસમાં ક્યુઆરટી શાખામાં લીંબડી તાલુકાનાં ભોઇકા ગામનાં વતની શંકરભાઈ ભગવાનભાઈ ઓળકીયા તેમજ લીંબડી તાલુકાના જ બોરાણા ગામનાં વતની સહદેવભાઇ કડવાભાઇ ગળથળા ફરજ બજાવતા હતા. સપ્ટેમ્બર મહિનાથી કરાઈ ગાંધીનગર ખાતે કમાન્ડોનાં ટ્રેનિંગ સેન્ટરમાં હતા.

દુઃખદાયી ઘટના ત્યારે બની જ્યારે તા. 13-11-22એ રોજ બંને યુવાનને સુરેન્દ્રનગર સીપીઆઇ કચેરીએ ખાતાકીય તપાસ માટેની મુદ્દત હોવાથી બંને સાથે જ તા.12-11-22નાં રોજ સાંજે ગાંધીનગરથી નીકળ્યા હતા. વિધિના લેખ એવા લખાયા હશે કે, રાત્રે 9:15 વાગ્યે લખતર ઉપરથી પસાર થઈ વઢવાણ તરફ જતા હતા ત્યારે લખતરના ઝમર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોઝ આડું ઉતરતાં બાઈક સ્લીપ થતાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના બાદ બંનેને લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ હરદીપસિંહ જાડેજાએ બંનેને મૃત જાહેર કર્યા હતા. લખતર પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા તથા લખતર પોલીસ જવાનો દવાખાને પહોંચી ગયા હતા. બાદમાં રાત્રે જ જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, નાયબ જિલ્લા પોલીસવડા એચ.પી.દોશી તેમજ જિલ્લા પોલીસની ટીમ પણ લખતર દવાખાને પહોંચી હતી. આ ઘટનાની પોલીસ બેડમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બંને મૃતકોની આત્માને શાંતિ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *