રાજકારણ મા ખળભળાટ ! ઋષિ ભારતીબાપુ આ બેઠક પરથી ચુંટણી લડશે ? જાણો ક્યા પક્ષ માથી ફોર્મ ભર્યુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ ભાગ્યવાન નેતાઓને ટિકિટ મળી છે તો કેટલાક ટિકિટ ન મેળવવાના કારણે પક્ષ પલટો કર્યો છે. હાલમાં ચૂંટણીને લઈને અનેક ચોંકાવનાર બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે , આ વખતે ચૂંટણીમાં જંમ્પ લાવવા માટે સંતો મહંતો પણ મેદાને ઉતર્યા છે. બોટાદ બેઠક પર ઋષિ ભારતી બાપુ ચૂંટણી લડવાનાં છે.
ચૂંટણીની આ જંગમાં સાધુ-સંતો પણ ઉતર્યા છે, ત્યારે ઋષિ ભારતીબાપુએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ ન મળી. આ કારણોસર બોટાદ બેઠક પર ઋષિ ભારતી બાપુએ સમર્થકોને સાથે રાખી ઋષિ ભારતીબાપુએ અપક્ષમાં ભર્યું ફોર્મ ભર્યું છે. અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત છે ઋષિ ભારતીબાપુ. બોટાદ બેઠક પર ભાજપે ઘનશ્યામભાઈ વિરાણીને ટિકિટ આપી છે.
ભાવનગરમાં કોળી સમાજની એક ચિંતન શિબિરમાં તેમણે કોળી સમાજને 72 બેઠક પર હક છે તેવું જણાવ્યું હતું. જે શિબિરમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજના 4 વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહ્યાં હતા. બેઠકમાં આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ઋષિ ભારતી બાપુએ ટિકિટને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજને હક છે તો તેને ન્યાય મળવો જોઈએ. તેમણે કહ્યું સમાજને જે પક્ષ ટિકિટ વધુ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. છેલ્લા 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી. તેમને જણાવી દઈએ કે, ઋષિ ભારતી બાપુ ભાજપમાં ટિકિટ માગી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.