પોરબંદર – સોમનાથ હાઈ વે પર ભયંકર અકસ્માત મા એક પરીવાર ના ત્રણ લોકો ના મોત થયા

રાજ્ય મા દિવસે ને દિવસે અકસ્માતો ની સંખ્યા વધી રહી છે ત્યારે ફરી પોરબંદર સોમનાથ હાઈ વે પર મોટો એક અકસ્માત આજે થયો હતો જેમા એક જ પરીવાર ના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જયારે બે યુવકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત નરવાઈ માતાજી ના મંદીર પાસે થયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન અને અન્ય ચાર લોકો લોએજ ગામ ની કોલેજે મયુર નુ સર્ટીફીકેટ લેવા માટે વહેલી સવારે ચારેક વાગે કાર મા નીકળ્યા હતા. ત્યારે નરવાઈ માતાજી ના મંદીર પાસે પહોંચતા કાર એકા એક પલ્ટી મારી ગઈ હતી અને ડીવાઈડરસાથે ધડાકા ભેર અથડાઈ હતી.

આ અકસ્માત ની જાણ થતા ની સાથે જ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.

આ અકસ્માત ત્રણ લોકોના કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નુ ઘટના સ્થળે જ મૃત્યુ થયુ ગયુ છે હતુ અને જાણવા મળ્યુ હતુ કે ત્રણેય યુવકો એક જ પરીવાર ના હતા જ્યારે અન્ય બે લોકો ને ઈજા પહોચી હતી જેના નામ રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *