સુરત 12વર્ષ ના બાળકે બાથરૂમ મા જઈને ગળાફાંસો ખાઈ લીધો ! મોત નુ કારણ ગેમ??

અનેક એવા બનાવો બની રહ્યા છે જેમાં મોત નુ કારણ વિડીઓ ગેમ બની હોય ! તાજેતર મા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક સગીરે તેના પિતા નુ એટલા માટે ખુન કરી નાખ્યુ કે તેના પિતા એ બાળક ને ગેમ રમવા નુ ના કહેલુ ત્યારે ફરી એક વખત એક બાળકે આત્મહત્યા કરી હોય તેવો બનાવ સામે આવ્યો છે જેમાં આત્મ હત્યા નુ ચોક્કસ કારણ સામે નથી આવ્યુ પરંતુ એવો અંદાજ લગાવામા આવી રહ્યો છે કે આત્મહત્યા નુ કારણ મોબાઈલ ગેમ હોય.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના પાંડેસરા મા રણછોડ નગરમા રહેતા રામભાન શાહુ નો પુત્ર પાર્થ જે ધોરણ આઠ મા અભ્યાસ કરે છે તે શુક્રવારે શાળા એ થી આવીને  ભોજન કરી પિતા સાથે સૂવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં બાથરુમ મા આપઘાત કરી લીધેલી હાલત મા મળતા પરીવાર હેબતાઈ ગયો હતો અને દુખ મા સરી પડ્યો હતો.

આ અંગે મૃતક ના પિતા રામભાન શાહુ પાસે થી જાણવા મળ્યુ હતુ કે પાર્થ બપોરે જમ્યા બાદ કુદરતે હાજર જવાનુ કહી ને નીકળ્યો હતો બાદ મા મૃત પાર્થ બાથરુમ મા ગળાફારો ખાધેલી હાલત મા જોઈ માતા હેબતાઈ ગઈ હતી અને બુમાબુમ કરતા પતિ અને આજુબાજુ ના લોકો દોડી ને આવી ગયા હતા.

આ ઘટના અંગે ની જાણ પોલીસ ને કરતા પોસીલ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ પાસે ના સુત્રો પાસે થી જાણવા મળ્યુ હતુ કે મૃતક પાર્થ મોબાઈલ મા ગેમ રમવાનો આવી હતો અને અનેક એવી ગેમો છે જે જુગાર સામાન છે કદાચ એવું બન્યુ હોય કે કોઈ પાર્થ પાર્થ પાસે કોઈ ઉઘરાણી કરી રહ્યું હોય અને તેના માનસિક તણાવમાં પાર્થે ઘરમાં ખબર પડી જશે એવા ડર હેઠળ આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય શકે. જોકે આવા તમામ પાસાની પોલીસ તપાસ કરાઈ રહી છે.

મૃતક પાર્થ ના પિતા રામભાન શાહુ કરિયાણા ના વેપારી છે અને તેવો ને ચાર સંતાન છે જેમાથી પાર્થ ની ઉમર 12 વર્ષ ની છે અને બીજા નંબર દિકરો છે. પરીવારે એક દિકરા ને ગુમાવતા આઘાત મા સરી પડ્યા હતા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *