Gujarat

સુરત ના સ્વ.મનીષ પ્રવિણચંદ્ર શાહના લીધે છ લોકો ને નવુ જીવન મળશે ! પરીવારે અંગદાન કરી માનવાતા મહેકાવી

અંગદાન કરવામા કોઈ શહેર જો મોખરે હોય તો એ સુરત છે સુરત મા અનેક એવા કિસ્સાઓ સામે આવી ચુકયા છે જેમા અંગદાન કરાયુ હોય. અંગદાન થી માનવતા મહેક છે અને અન્ય લોકો ને નવુ જીવન મળે છે ત્યારે ફરી એક વખત સુરત મા વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે અંગો નુ દાન કરી ને છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. 

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર અડાજણ વિસ્તારમાં રહેતા મનીષભાઇને તા.16 મી સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી પરંતુ ત્યાર બાદ તમેની હાલત વધુ બગડતા તેમને નજીક ની ખાનગી હોસ્પીટલ મા તાત્કાલીક રીફર કરવામા આવ્યા હતા જયા તેવો ને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઈ ગયા હતા.

ત્યારે તેમનો સી.ટી સ્કેન અને અન્ય રીપોર્ટ કરાતાં માલુમ પડયું હતુ કે તેમને બ્રેન હેમરેજ ના કારણે મગજ મા લોહી ને ગઠ્ઠો જામી ગયો હતો તેની સારવાર કરતા ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જયારે ન્યૂરોસર્જનની ડોકટરોની ટીમે મનીષભાઈને તારીખ 19 ના રોજ બ્રેનડેડ જાહેર કર્યા હતા.

આ અંગે ડોનેટ લાઈફ ને જાણ કરતા ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્ત્વ સમજાવ્યુ. જેથી પરિવારજનોમાં પત્ની મોનાબેન, પુત્રો અનુજ અને અભી, ભાઈ નિલેશભાઈ, પિતરાઈ ભાઈ જતીનભાઈએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અને મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!