વ્યાજખોરોએ વડોદરા ના વેપારીની બે કરોડ ની પડાવી લેતાં જ્વલરે ઝેરી દવા ગટગટાવી લીધી ! અંતિમ ચિઠ્ઠી મા..
આપણે સૌ કોઇ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક શહેરોમાં વ્યાજનો ધંધો ચાલે છે અને વ્યાજે પૈસા લેવા ક્યારેક જીવનું જોખમ બની જાય છે. મોટાભાગના લોકો વ્યાજખોરીનાં ત્રાસથી આત્મ હત્યા કરતા હોય છે. હાલમાં જ એક આવો ચોકવનાર બનાવ બન્યો છે. વ્યાજખોરોએ વડોદરા શહેરના સોનીનું દુકાન સાથેનું મકાન પડાવી લેતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી અને પોતાની અંતિમ ચિઠ્ઠીમાં તમામ હકીકત જણાવી.
ફતેપુરા પોલીસ ચોકી સામે સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને 15 વર્ષથી મહાલક્ષ્મી જ્વેલર્સ દુકાન ધરાવતા નંદકિશોર સોની કેન્સરની બીમારીથી પીડાતા પિતાની સારવાર અને બે બાળકો તેમજ પત્નીનું ભરણપોષણ કરતા હતા.વ્યાજખોરોએ 2 કરોડની મિલકતનો રૂપિયા આપવાનું કહી દસ્તાવેજ કરાવી લીધો હતો અને રૂપિયા આપવા ઇનકાર કર્યો હતો.
સોનીએ દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ પાસેથી 10 વર્ષ પહેલા 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેના બદલે 80 લાખ ચૂકવી દીધા હતા. કોરોનામાં ધંધો ન ચાલતા પોતાની દુકાનની બે કરોડ કિંમતમાં વેચાણ માટે જાહેરાત આપી હતી. દિપ્તેશ ચૌહાણે દુકાન લેવા તૈયારી દર્શાવી હતી. દસ્તાવેજ બાદ રૂપિયા આપવાનંુ કહી પોતાના મામાના દીકરા રાજન રાજપૂત અને રામ પ્રસાદ રાજપૂતના નામે દસ્તાવેજ કરવી લીધો હતો.
રૂપિયા બે દિવસમાં આપીશું એમ બંનેએ કહી પછી ગલ્લા-તલ્લા કરી અંતે રૂપિયા મળે નહિ કહેતાં નંદકિશોરભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા અને 5 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી સોનીએ ઝેરી દવા પીધી હતી. સયાજી બાદ ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પોલીસે નિવેદન લઇ કાર્યવાહી કરી હતી.
સોનીએ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં લખેલાં વિશ્વાસઘાત કરનારનાં નામ દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ,,જયેશ રમેશભાઈ ચૌહાણ, રામપ્રસાદ અરવિંદભાઈ રાજપૂત, રાજન રાજપૂત, રણજીત નારાયણભાઈ રાજપૂત, અર્જુન નારાયણભાઈ રાજપૂત, ગોલુ રાજપૂત, હિતેશ રાજપૂત, અભિષેક ડી. પવાર, સુમન પી. દવે.
અંતિમ ચિઠ્ઠીમાં લખેક 25 વ્યાજખોરના નામ લખ્યા. અને 19 લોકો પાસેથી લેવાના નીકળતા લાખો રૂપિયાની પણ વિગતો લખી ડીજીપી, પોલીસ કમિશનર, કલેક્ટર, મેયરને હાથથી લખેલી સ્યૂસાઇડ નોટમાં મારા પરિવારને હેરાન કરતા નહિ અને મારું મૃત્યુ એળે જાય નહિ, ન્યાય અપાવજો તેવી વિનંતી કરી છે. આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને તેમને યોગ્ય ન્યાય મળે.