Gujarat

વડોદરા : પોતાની ચાર ચાર ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા આ યુવકે એવો કાંડ કરી નાખ્યો કે જાણી તમે પણ કહેશો “ઘોર કલિયુગ હો…

પ્રેમને પામવા યુવાનો ગાંડા થઈ જાય છે અને સાચા-ખોટાનો ભેદ પણ ભૂલી જાય છે. આવી જ ઘટના હાલમાં વડોદરા શહેરમાં સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો. 20 વર્ષીય રક્ષિત મંગેલાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે એર ઇન્ડિયાના કર્મચારીને શંકા ક્રાઈમ બ્રાન્ચે તેની ઘનિષ્ટ પૂછપરછ કરી હતી. જાસૂસ કે આતંકી હોવાની આશંકાએ પૂછપરછ કરાઈ હતી. મુંબઇના ઇન્સ્ટિટ્યૂટમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ટ્રેનિંગ લીધી હતી. જોકે ત્યાં પ્લેનના ક્રુ મેમ્બર તરીકે 4 યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેમને ઈમ્પ્રેસ કરવા પાયલોટનો વેશ ધારણ કરતો હોવાનું તપા માં બહાર આવ્યું હતું.

હૈદરાબાદ ગયેલી યુવતી સાથે નજીકના સંબંધો હોવાનું જણાવ્યું હતું. જો કે, પૂરપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાથી અજાણ યુવતીના મેસેજ પણ તે જ સમયે યુવકના ફોન સતત પર આવતા હતા. જે બાદ પોલીસે યુવક પાસે હૈદરાબાદની યુવતીને મેસેજ કરાવી પોતે પાઇલટ ન હોવાની માહિતી અપાવી હતી.યુવકની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધેલ.

યુવક નેધરલેન્ડની ગર્લફ્રેન્ડ પાસેથી પણ તે ફ્લાઇટની ટિકિટ કરાવતો હોવાની વિગતો બહાર આવી હતી. મુસાફરો ફ્લાઈટમાં પ્રવેશે તે પહેલાં તે યુનિફોર્મમાં અંદર જતો અને પાઇલટ સાથે તેમજ પ્લેન પાસેના ફોટા પાડી પોતાના મોબાઈલમાં રાખતો હતો. હાલમાં યુવકને ઝડપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!